જામનગરમાં ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં લિફ્ટના રિપેરિંગ કામ વેળાએ સર્જાયેલી દુર્ઘટનામાં રીપેરીંગનું કામ કરનાર યુવાનનો ભોગ લેવાયો

  • December 11, 2025 09:41 AM 

જામનગર શહેરના પંચેશ્વર વિસ્તારમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં ગઈકાલે રાત્રે લિફ્ટનું રીપેરીંગ કામ ચાલી રહ્યું હતું, જે દરમિયાન દુર્ઘટના સર્જાઇ હતી, અને લિફ્ટ તૂટી પડતાં તેમાં કામ કરી રહેલા એક આશાસ્પદ યુવાનનો ભોગ લેવાયો છે. જેનું કરુણ મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી પ્રસરી છે.


 જામનગરમાં પંચેશ્વર ટાવર રોડ પર આવેલા ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં લિફ્ટ બંધ પડી ગઈ  હોવાથી ગઈકાલે રાત્રે તેમાં રીપેરીંગ કામ ચાલી રહ્યું હતું. જ્યાં ૨૧ વર્ષીય નવાઝ હનીફભાઇ સોરઠીયા નામનો યુવાન લિફ્ટ રિપેર કરી રહ્યો હતો. 

જે દરમિયાન અચાનક લિફ્ટનો બોલ્ટ ખૂલી જતાં લિફ્ટ નીચે પડવાથી દુર્ઘટના સર્જાઇ હતી.



 જે દરમિયાન લિફ્ટનું સમારકામ કરી રહેલા નવાઝ સોરઠીયાને ગંભીર ઇજા થઇ હતી. ત્યારબાદ, ઇજાગસ્ત નવાઝને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયાં ફરજ પર હાજર રહેલાં તબીબોએ ઇજાગ્રસ્ત નવાઝને મુત્યુ પામેલો જાહેર કર્યો હતો. 

​​​​​​​

આ બનાવની જાણ થતા સિટી-એ ડિવિઝનની પોલીસ ટુકડી જી.જી. હોસ્પિટલ ખાતે દોડી ગઇ હતી, અને મૃતદેહનો કબ્જે કરી લઇ પી.એમ માટે મોકલી આપ્યો છે, અને વધુ તપાસ હાથ ધરાઇ છે.  આ કરૂણ બનાવથી સોરઠીયા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News