રાજકોટ શહેરમાં સંગઠિત ગુના અચરતા ગુનેગારો ની ગેંગનો સફાયો કરવા ક્રાઈમ બ્રાન્ચે ઝુંબેશ શરૂ કરી છે ત્યારે તાજેતરમાં પેંડા ગેંગ અને મુરઘા ગેંગ સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કર્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે 57 જેટલા ગુનાઓ માં સંડોવાયેલ બાટલી ગેંગ સામે ગુજસીટોક હેઠળ 14 સામે ગુનો દાખલ કરી નવ આરોપીઓની ધરપકડ કર્યા બાદ રિમાન્ડ માંગણી સાથે અદાલતમાં રજૂ કરતા દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટમાં ગુનાખોરીનો સફાયો કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા જેસીપી મહેન્દ્ર બગરીયા, દ્વારા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઇમ એક્ટ-૨૦૧૫ હેઠળ સંગઠિત ગુના આચરતી ટોળકીઓને ઘૂંટણિયે પાડવા કાયદા હેઠળ જેલમાં ધકેલવા અભિયાન શરૂ કરવા આદેશ કર્યા હતા. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચમાં નિયુક્ત કરેલા યુવા આઇપીએસ જગદીશ બાંગરવાની રાહબરિમા એસીપી ક્રાઈમ બીબી.બસીયા, પીઆઇ એમ આર ગોંડલીયા, પી.આઈ મનોજ ડામોર, પીઆઇ સી એચ જાદવ, પી.એસ.આઇ સીબી જાડેજા, દ્વારા રાજકોટમાં ગુંડાગીરી કરતા કુખ્યાત આરોપીઓ સામે ગુજસીટોક નું શસ્ત્ર સજાવ્યું હતું.
ત્યારબાદ બાટલી ગેંગના ૧૪ સાગરીતો સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરી ૯ આરોપીની ધરપકડ કરી હતી આ અંગેની વધુ તપાસ નવનિયુક્ત એસીપી વીબી જાડેજા ને સોંપવામાં આવતા ઝડપાયેલા બાટલી ગેંગના નવ સાગરીતોને રિમાન્ડ માંગણી સાથે અદાલતમાં રજૂ કરતા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે ગેંગનો મુખ્ય સૂત્રધાર વાલ્મિકી વાડીનો સાવન ઉર્ફે લાલી સંજય વાઘેલા હાલ વડોદરા જેલમાં પાસા હેઠળ હોય તેમજ અન્ય એક આરોપી ગોંડલ જેલમાં હોય તેનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બાટલી ગેંગના આ ૯ સાગરીતોના કોર્ટ માંથી મેળવાયા રિમાન્ડ
રાજકોટની બાટલી ગેંગના ધરપકડ કરાયેલા આરોપી સરફરાઝ ઉર્ફે ઈડો આરીફ કાદરી રહે. નકલંકપરા શેરી નં. ૪, રૂખડિયાપરા, કમલેશ ઉર્ફે લાલુ કાળુભાઈ પરમાર રહે. વાલ્મીકીવાડી શેરી નં. ૨, જામનગર રોડ, સમીર ઉર્ફે ધર્મો બશીર શેખ રહે. રૂખડિયાપરા શેરી નં. ૫), ઈશોભા રીજવાન દલ રહે. હુડકો ક્વાર્ટર, જામનગર રોડ, મીરખાન રહીશખાનદલ રહે. હુડકો ક્વાર્ટર, જામનગર રોડ, અસ્લમ ઉર્ફે સર્કિટ બશીર શેખ રહે. રૂખડિયાપરા શેરી નં. ૫, સુલેમાન નિઝામ દલ રહે. હુસેની ચોક-૬, જંગલેશ્વર, ઈરફાન ખમીશ ભાણુ રહે. રૂખડિયાપરા શેરી નં. ૩ અને સાહીલ ઉર્ફે ભૂરો મુકેશ પાટડિયા રહે. વાલ્મીકીવાડીના દસ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.