BREAKING NEWS

ધાણીફૂટ ફાયરિંગ કેસમાં ગુજસીટોકમાં પેંડા ગેંગના 4 સાગરીતોના 10 દિવસના રિમાન્ડ, મુરઘા ગેંગનો વધુ એક સાગરીત ઝડપાયો

  • November 11, 2025 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં 29 ઓક્ટોબરની મધરાત્રે મંગળા રોડ પર જંગલેશ્વરની મુરઘા અને પેંડા ગેગ વચ્ચે ધાણીફૂટ ફાયરિંગના બનાવવામાં પોલીસે ગુજસીટોકનો ગુનો નોંધી પેંડા ગેંગના 17 આરોપી સામે કાર્યવાહી કરતા ઝડપાયેલા ચાર આરોપીને અદાલતમાં રજૂ કરતા કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.


રાજકોટમાં ૭૧ ગુના આચરનાર પેંડા ગેંગના ૧૭ સાગરીતો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી મુખ્ય સૂત્રધાર રાજપાલ ઉર્ફે રાજો જાડેજા સહિતના આરોપીઓને ઝડપી લીધા બાદ આ ગેંગના વધુ ચાર આરોપીઓ દિનેશ ઉર્ફે બચુ ગોહેલ, તેના ભાઈ જીજ્ઞેશ ઉર્ફે બાવકો ઉર્ફે નાની ટિકિટ, ચિરાગ ઉર્ફે બકાલી મકવાણા અને ચંદ્રેશ ગોહેલની ક્રાઈમ બ્રાન્ચ એસીપી બીબી બસીયા પી એસઆઇ સી બી જાડેજા અને ટીમે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા અદાલતે ચારે આરોપીના ૧૦ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.


ગેંગમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે?

રિમાન્ડ મંજુર થતા ક્રાઈમ બ્રાન્ચે આ આરોપીઓની ગેંગ કઈ રીતે બની, ગેંગમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે, કોણે આશરો આપ્યો? ગુનાઈત પ્રવૃતિ દ્વારા મળેલી રકમમાંથી કેટલી મિલ્કત વસાવી તે સહિતના મુદ્દે એસીપી બી બી બસીયાએ ઉંડાણપૂર્વક તપાસનો દોર આગળ વધાર્યો છે.


જેલમાં રહેલા આરોપીઓનો ગુજસીટોકના ગુનામાં કબજો લેવાશે

પેંડાગેંગના ૧૭ માંથી વધુ ચારની ધરપકડ કરવામાં આવી છે અન્ય બે આરોપી વોન્ટેડ છે, જયારે બીજા આરોપી પોલીસ કસ્ટડી અને જેલમાં હોય જેલમાં રહેલા આરોપીઓનો ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવવા ક્રાઈમ બ્રાંચે તજવીજ હાથ ધરતા બેખોફ બની ગુના આચરનાર બન્ને ગેંગના આરોપીઓ હાલ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં હોય બકરી બની ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application