ઊનાના તપોવન આશ્રમમાં હનુમાનજીના મંદિરમાં જાણ ભેદુ તસ્કરો ત્રાટકયા મંદિરમાં ગર્ભ ગૃહ માં મૂર્તિ ઉપર ચડાવેલ ચાંદીનો મુગટ, ચાંદીની માળાઓ, ગદા, ચાંદીની ફ્રેમ કુલ ૧૦ કિલો ચાંદી અને દાન પેટીમાં રહેલ રોકડ પિયા ૨૦ હજાર મળી કુલ ૮લાખ ૭૮૬૦૦થી વધુ રકમની ચોરી થઈ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ઊનાથી સાત કિલોમીટર દૂર ઊના તાલુકાના ચાચકવડ ગામની સીમમાં આવેલ મછુન્દ્રી નદી ના કાઠે આવેલ પ્રાચીન હનુમાનજીનું મંદિર આવેલ છે અને બ્રહ્મલીન મૌની સતં સત્યાનદં સરસ્વતી બાપુ એ તપોવન આશ્રમ બનાવેલ છે. ઊનાઅને ગીર ગઢડા તાલુકાના સેકડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે. ત્યાં મોડી રાત્રિના કોઈ જાણ ભેદુ તસ્કરો ત્રાટકયા હતા અને મંદિરની અને પરિસરની લાઈટો બધં કરી મંદિરના દરવાજા તાળા અને નકૂચા તોડી મંદિર ના ગર્ભ ગૃહ માં હનુમાનજીની મૂર્તિ ફરતી ચાંદીની ફ્રેમ ૭કિલો ૯૯૩ગ્રામ ની કાઢીલઈ ગયેલઅને હનુમાનજીને ચડાવેલ ચાંદીનો મુગટ એકવજન ૧કિલો૪૮૮ગ્રામ, ચાંદીની દ્રાક્ષની નાની મોટી માળા પેંડલ સહિત નગ ૪ વજન ૧૫૦ગ્રામ, ચાંદીની નાની મોટી ગદાનગ૨ વજન ૧કિલો ૨૦ગ્રામમળી કુલ ૧૦ કિલો ચાંદી તેમજ મંદિરના પરિસરમાં રાખેલ દાન પેટી તોડી તેમાં રહેલ અંદાજિત પિયા ૨૦૦૦૦ અને સી.સી. ટીવીના ડી.વી.આર. પિયા ૫૦૦૦મળી ૮,૭૮,૬૦૦ પિયાની ચોરી કરી નાસી ગયાની પોલીસ સ્ટેશન મા મંદિર ના પૂજારી અને મેનેજિંગ ટ્રસ્ટી નટુભાઈ કરશન ભાઈ દેવમુરારીએ નોંધાવી છે. પોલીસએ ચાંદીની વર્તમાન કિંમતને બદલે જૂની કિંમત મુજબ ગણતરી કરી હોવાનું જાણવા મળે છે. પોલીસને જાણવા મુજબ તસ્કરો નદીમાંથી આશ્રમ તરફ આવેલ હોય. પોલીસે ડોગ સ્કવોડ અને એફ. એસ. એલ. ટીમને બોલાવી છે. અગાઉ ૧૯૮૨ના વરસમાં પણ આજ મંદિરમાં ચોરી થઇ હતી. રોકડ પિયાની તે પણ હજુ અણઉકેલ છે. આ ચોરીના તસ્કરો અને મુદામાલ તુરતં પકડાય જાય તેવી આશ્રમના ભકતોની માગણી ઉઠી છે