ઉનાળાની સિઝન આવે એટલે મસાલા માર્કેટ ધમધમે... ઘણી વખત મસાલાના વેપારીઓ મસાલામાં ભેળસેળ પણ કરતા હોય છે. ત્યારે મનપાના આરોગ્ય વિભાગના ચેકિંગ દરમિયાન લાતી પ્લોટમાં આવેલા નેન્સી ગૃહ ઉદ્યોગ નામથી હિંગનું ઉત્પાદન કરતી પેઢીને ત્યાં તપાસ કરવામાં આવતા અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. 110 કિલો હીંગનો અખાદ્ય જથ્થાનો આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો અને પેઢીને હાઈજીન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા અને લાયસન્સ બાબતે નોટીસ પણ ફટકારવામાં આવી હતી. આ સાથે જ મસાલાની સિઝનને લઈને ફૂડ વિભાગ દ્વારા મરચાં, જીરુ, રાઈ, ધાણા, હળદર સહિતના પણ નમૂના લેવામાં આવ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ ખાધ્યપદાર્થના 02 નમૂના ફેઇલ (સબસ્ટાન્ડર્ડ) જાહેર થતાં નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર સમક્ષ કેસ ચાલી જતાં કુલ રૂ.70,000 દંડનો હુકમ કરવામાં આવ્યો છે.
મીઠા મુખવાસમાં કલરની ભેળસેળ
ફૂડ વિભાગ દ્વારા "અમૃત મુખવાસ", પરાબજાર મેઇન રોડ, રાજકોટ મુકામેથી "મીઠો મુખવાસ (1 કિગ્રા પેક્ડ)" નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્થકરણ રિપોર્ટમાં સીન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ હોવાથી નમૂનો "સબસ્ટાન્ડર્ડ" જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક દિપેશ અમૃતલાલ નંદાને રૂ.35,000નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે.
પાનચૂરી મુખવાસમાં સીન્થેટિક ફૂડ કલર મળ્યો
ફૂડ વિભાગ દ્વારા "અમૃત મુખવાસ", પરાબજાર મેઇન રોડ, રાજકોટ મુકામેથી "પાનચૂરી મુખવાસ (1 કિગ્રા પેક્ડ)" નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્થકરણ રિપોર્ટમાં સીન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ હોવાથી નમૂનો "સબસ્ટાન્ડર્ડ" જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક દિપેશ અમૃતલાલ નંદાને રૂ.35,000નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન લાતી પ્લોટ 6/7, ગીતા પેટ્રોલ પંપ પાછળ, કુવાડવા રોડ, રાજકોટ મુકામે આવેલ "નેન્સી ગૃહ ઉદ્યોગ" નામથી હિંગનું ઉત્પાદન કરતી પેઢીની તપાસ કરતા સ્થળ પર અનહાઈજેનિક રીતે ખુલ્લામાં રાખેલ રો-મટિરિયલ તથા હિંગનો જથ્થો સંગ્રહ કરેલ જોવા મળેલ, સદરહુ અંદાજીત 110 કિ.ગ્રા. અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ સ્થળ પરથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ ત્રણ નમૂના લેવામાં આવેલ.
આટલી જગ્યાએથી નમૂના લેવામાં આવ્યા
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે, સ્વર્ણભૂમી કોમ્પ્લેક્ષ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 19 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 02 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 19 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
ચકાસણી કરેલ ધંધાર્થીઓની વિગત
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech