રણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ

  • May 01, 2025 05:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર મહાપાલીકાની હદમાં રણમલતળાવ ગેઇટ નં. ૯ની સામે ન્યુ સ્કુલ તરફ જતા ફીડીંગ કેનાલવાળા રસ્તા પર કેનાલનો સ્લેબ સેટલમેન્ટ થવાના કારણે આ રસ્તો સલામતીના ભાગરૂપે અગાઉ તા. ૨૯ માર્ચથી તા. ૩૦ એપ્રીલ સુધી બંધ કરતી જાહેર નોટીસ બહાર પાડવામાં આવી હતી જેની સમય મર્યાદા વધુ ચાર મહીના લંબાવવામાં આવી છે. તા. ૨૦-૮-૨૫ સુધી આ રસ્તો બંધ રહેશે.


આ જાહેર નોટીસમાં મ્યુ. કમિશ્નર ડી.એન. મોદીએ જણાવ્યુ છે કે રણમલ તળાવ મેઇન રોડ તથા ન્યુ સ્કુલ મેઇન રોડ પરથી રસ્તા પર કોસીંગ કરતા તમામ વાહન વ્યવહારો બંધ રહેશે જેની વૈકલ્પીક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ભુજીયા કોઠાથી ખંભાળીયા ગેઇટથી જોલી બંગલા રોડ પરથી કરી શકાશે ઉપરાંત આ રોડની આજુબાજુના જુના દિ.પ્લોટ ૧ થી ૧૦ના આંતરીક રસ્તાઓનો પણ વૈકલ્પીક માર્ગ તરીકે ઉપયોગ થઇ શકશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application