પોરબંદરના બોખીરામાં રબારી સમાજનીવાડીમાં આવેલા ખૂલ્લા પ્લોટમાં વિદેશી દા ભરેલા ટ્રકને લાવીને તેમાંથી એક બોલેરોમાં દાનું કટીંગ કરવામાં આવતુ હતુ ત્યારે મોડી રાત્રે બાતમી મળતા પોલીસ સમયસર ત્રાટકી હતી અને વિદેશી દા, ટ્રક, બોલેરો, મોબાઇલ સહિત ૬૬ લાખનો મુદ્ામાલ કબ્જે કરીને બે શખ્શોને પોલીસે પકડી પાડયા હતા જ્યારે બંને વાહનના ડ્રાયવરો દીવાલ કુદીને નાશી ગયા હતા તે ઉપરાંત માલ મંગાવનાર બોખીરાના ઇસમનું નામ ખૂલતા તેની સામે પણ ગુન્હો દાખલ થયો છે.
મોડીરાત્રે થતુ હતુ કટીંગ
પોરબંદર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એવી ચોકકસ બાતમી મળી હતી કે બોખીરામાં આવેલ રબારી સમાજની વાડીના ખુલ્લા પ્લોટમાં અમુક ઇસમો એક ટ્રકમાંથી બોલેરો પીકઅપ વાનમાં વિદેશી દાના જથ્થાનું કટીંગ કરી રહ્યા છે આથી પોલીસે તાત્કાલિક ત્યાં જઇને દરોડો પાડતા નાશભાગ મચી હતી.
બે શખ્શો નાશી ગયા
પોલીસે દરોડો પાડયો ત્યારે એક ટ્રક અને એક બોલેરો વાહન પડયા હતા અને ચાર વ્યક્તિઓ ટ્રકમાંથી પૂઠાના બોકસને ઉતારતા અને બોલેરોમાં મૂકતા જોવા મળ્યા હતા જેથી પોલીસ સ્ટાફ દીવાલ કૂદીને ટ્રક તરફ ગયો ત્યારે ચારેય ઇસમો નાશવાની કોશિશ કરતા હતા તેમાંથી બે શખ્શો દીવાલ કૂદીને નાશી ગયા હતા.
બે શખ્શો હાથ લાગ્યા
પોલીસે પકડેલા બે શખ્શોની પૂછપરછ કરતા એક બોખીરાની સરકારી વાવ પાસે રહેતો કરમણ રૈયા કોડીયાતર અને બીજો બોખીરાના રબારીકેડામાં રહેતો દેવા જેઠા કોડીયાતર હોવાનું કબુલ્યુ હતુ.
૬૬ લાખનો મુદ્ામાલ કબ્જે
પોલીસે ટ્રકમાં તલાશી લેતા સીમેન્ટના પીઢીયાની આડશમાં છુપાવેલ વિદેશી દાની પેટીઓ મળી આવી હતી. ઉપર તાલપત્રી બાંધેલી હતી તેથી આ શખ્શો માલની આડમાં દાની હેરાફેરી કરતા હોવાનું જણાયુ હતુ. આજુબાજુમાં સ્થાનિક લોકો રહેતા હોવાથી મોટીમાત્રામાં ટોળુ ભેગુ થવાની શકયતા રહેલી હોવાથી દાના જથ્થાને નીચે ઉતારીને ગણતરી કરવી હિતાવહ નહી જણાતા બંને ઇસમોને પોલીસની વાનમાં બેસાડી ટ્રકને અને બોલેરોને ઉદ્યોગનગર પોલીસમથક ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેની ગણતરી કરવામાં આવી હતી. કુલ ૧૧,૮૬૮ બોટલ દા જેની કિંમત ા. ૩૫ લાખ ૫૪ હજાર ૯૩૨ થવા જાય છે. તે કબ્જે કરવામાં આવી હતી. તથા ૨૫ લાખ પિયાનો ટ્રક, પાંચ લાખ પિયાનો બોલેરો અને ત્રણ મોબાઇલ સહિત કુલ ા. ૬૬ લાખ ૫૪ હજાર ૯૩૨નો મુદામાલ જપ્ત થયો હતો.
માલ મંગાવનારનું નામ ખૂલ્યુ
પોલીસે પકડાયેલા બંને ઇસમો દેવા જેઠા કોડીયાતર અને કરમણ રૈયા કોડીયાતરની પૂછપરછ કરતા તેઓએ એવી કબુલાત આપી હતી કે આ દાનો જથ્થો બોખીરામાં રહેતા દેવા લાધા મારુએ મંગાવ્યો હતો અને ટ્રક ડ્રાયવર કે બોલેરો ડ્રાયવરને તે ઓળખતા નથી તેમ જણાવતા પોલીસે બંનેના અજાણ્યા ડ્રાયવરો, દા ઉતારતા પકડાયેલા બે શખ્શો અને માલ મંગાવનાર સામે પ્રોહીબીશનની કલમો હેઠળ ગુન્હો દાખલ કરીને કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસીઝફાયર નહિ, કાંઇક મોટું થવાનું છે: ટ્રમ્પના નિવેદને દુનિયાનું ટેન્શન વધાર્યું
June 17, 2025 04:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech