BREAKING NEWS

મોરબીમાં લખધીરપુર રોડ પરથી ૧૩ વર્ષનો સગીર ભેદી રીતે ગુમ

  • April 29, 2026 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના લખધીરપુર રોડ પર આવેલી કંપનીના લેબર કવાર્ટરમાં રહી મજૂરી કામ કરતા બિહારના શ્રમિક પરિવારનો ૧૩ વર્ષીય પુત્ર રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા છે, કોઈ અજાણ્યા શખ્સે તણનું અપહરણ કયુ હોવાની આશંકા સાથે પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ મૂળ બિહારના અને હાલ મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કંપનીના લેબર કવાર્ટરમાં રહેતા તસલીમખાન સુબાનખાન નટનો ૧૩ વર્ષીય પુત્ર અબ્દુલ ગત તા. ૨૭૦૪૨૦૨૬ના રોજ ગુમ થયો છે. તસલીમખાન અને તેમના પત્ની કંપનીમાં મજૂરી કામ કરવા ગયા હતા, ત્યારે તેમનો પુત્ર અબ્દુલ મ પર હાજર હતો. બપોરે સાડા ત્રણ વાગ્યા સુધી અબ્દુલ કંપની પાસે રમતો જોવા મળ્યો હતો, પરંતુ સાંજે છ વાગ્યા પછી તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જે બાદ પરિવારના સભ્યોએ કંપનીમાં, આસપાસના વિસ્તારમાં અને પરિચિતોને ત્યાં તપાસ કરી હોવા છતાં અબ્દુલનો કોઈ પત્તો મળ્યો ન હતો. આખરે પિતા તસલીમખાને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે કોઈ અજાણ્યો ઇસમ તેમના પુત્રનું લાલચ આપી અથવા વાલીપણામાંથી અપહરણ કરી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application