રાજકોટ શહેરમાં સંગઠિત ગુના અચરતા ગુનેગારો ની ગેંગનો સફાયો કરવા ક્રાઈમ બ્રાન્ચે ઝુંબેશ શરૂ કરી છે ત્યારે તાજેતરમાં પેંડા ગેંગ અને મુરઘા ગેંગ સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કર્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે 57 જેટલા ગુનાઓ માં સંડોવાયેલ બાટલી ગેંગ સામે ગુજસીટોક હેઠળ 14 સામે ગુનો દાખલ કરી હેટ્રિક સર્જતા રાજકોટમાં સંગઠિત ગુનાવા જતી ગેંગોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો છે.
ક્રાઈમ બ્રાન્ચ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટમાં ગુનાખોરીનો સફાયો કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા જેસીપી મહેન્દ્ર બગરીયા, દ્વારા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઇમ એક્ટ-૨૦૧૫ હેઠળ સંગઠિત ગુના આચરતી ટોળકીઓને કાયદા હેઠળ જેલમાં ધકેલવા અભિયાન શરૂ કરવા આદેશ કર્યા હતા. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચમાં નિયુક્ત કરેલા યુવા આઇપીએસ જગદીશ બાંગરવાની રાહબરિમા એસીપી ક્રાઈમ બીબી.બસીયા, પીઆઇ એમ આર ગોંડલીયા, પી.આઈ મનોજ ડામોર, પીઆઇ સી એચ જાદવ, પી.એસ.આઇ સીબી જાડેજા, દ્વારા રાજકોટમાં ગુંડાગીરી કરતા કુખ્યાત આરોપીઓ સામે ગુજસીટોક નું શસ્ત્ર સજાવ્યું હતું.
આ દરમિયાન થોડા સમય પૂર્વે રાજકોટમાં સરા જાહેર સરા જાહેર સામ સામે ધાણી ફૂટ ફાયરિંગ કરનાર પેંડા ગેંગ અને મુરઘા ગેંગ સામે ગુડજસીટોક ની કાર્યવાહી કરી જેલ ભેગા કરી દીધા બાદ રાજકોટની વધુ એક બાટલી ગેંગના 14 સાગરીતો સામે ગુજસી ટોકનો ધોકો પછાડી ત્રીજી ગેંગ સામે કાર્યવાહી કરી ક્રાઈમ બ્રાન્ચે ટૂંકા ગાળામાં હેટ્રિક સર્જી બાટલી ગેંગના નવ સાગરીતો ની ધરપકડ કરી હતી જ્યારે ગેંગનો મુખ્ય સૂત્રધાર વાલ્મિકી વાડીનો સાવન ઉર્ફે લાલી સંજય વાઘેલા હાલ વડોદરા જેલમાં પાસા હેઠળ હોય કબજો મેળવવા કાર્યવાહી હાથ ધરી છે તેમજ અન્ય ચાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
બાટલી ગેંગે નવ વર્ષમાં 57 ગુના ને આપ્યો છે અંજામ
શહેરમાં ૨૦૧૬ની સાલથી લઈ ૨૦૨૫ સુધીમાં બાટલી ગેંગે હત્યાની કોશિષ, લુટ, ખૂન,જુગાર, ચોરી ફરજમા રુકાવટ, મારામારી, ધાક ધમકીઓ આપી,નાર્કોટિક્સ, ઘરફોડ ચોરી, અપહરણ, તેમજ વિસ્તારમાં ધાક ધમકી આપી ઘરમાં પ્રવેશ કરી લૂંટ ચલાવવા સહિતના 57 જેટલા ગુના આચર્યા છે.
બાટલી ગેંગના ધરપકડ કરાયેલા ૯ સાગરીત
ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધેલા બાટલી ગેંગના સાગરીતોમાં સરફરાઝ ઉર્ફે ઈડો આરીફ કાદરી રહે. નકલંકપરા શેરી નં. ૪, રૂખડિયાપરા, કમલેશ ઉર્ફે લાલુ કાળુભાઈ પરમાર રહે. વાલ્મીકીવાડી શેરી નં. ૨, જામનગર રોડ, સમીર ઉર્ફે ધર્મો બશીર શેખ રહે. રૂખડિયાપરા શેરી નં. ૫), ઈશોભા રીજવાન દલ રહે. હુડકો ક્વાર્ટર, જામનગર રોડ, મીરખાન રહીશખાનદલ રહે. હુડકો ક્વાર્ટર, જામનગર રોડ, અસ્લમ ઉર્ફે સર્કિટ બશીર શેખ રહે. રૂખડિયાપરા શેરી નં. ૫, સુલેમાન નિઝામ દલ રહે. હુસેની ચોક-૬, જંગલેશ્વર, ઈરફાન ખમીશ ભાણુ રહે. રૂખડિયાપરા શેરી નં. ૩ અને સાહીલ ઉર્ફે ભૂરો મુકેશ પાટડિયા રહે. વાલ્મીકીવાડી,નો સમાવેશ થાય છે.
સોડા-બોટલના ઘા કરતા હોવાથી નામ પડ્યું બાટલી ગેંગ
ડીસીબી બ્રાંચે 57 જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ બાટલી ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ગેંગનો મુખ્ય સાગરિત સાવન ઉર્ફે લાલી વાઘેલા હોવાનું તેમજ ગેંગમાં વાલ્મિકી વાડી હુડકો ક્વોટર્સ, રૂખડીયા પરા ના સાગરીતો હોય જે મારામારી અને હુમલા સમયે સોડા-બોટલના છૂટા ઘા કરી આતંક મચાવતા હોવાથી ગેંગનું નામ બાટલી પડી ગયું હતું.એ
ગુનાખોરી છોડો નહી તો શહેર છોડો એસીપી બી બી બસિયા
ડીસીબીમાં પોતાની ફરજ દરમિયાન ચાર ગેંગ સામે ગુજસીટોકનાં ગુનાની તપાસ કરનાર અને બાટલી ગેંગ સામે ગુજસીટોકની દરખાસ્ત તૈયાર કરનાર એસીપી ભરત બસિયાએ જણાવ્યું કે શહેરમાં છેલ્લા દસ વર્ષમાં બે કે તેથી વધુ ગંભીર પ્રકારનાં ગુના આચરનાર આવા આરોપીઓએ હવે ગુના છોડવા પડશે કાં તો શહેર તેવી વોર્નિંગ આપી દીધી છે , એટલું જ નહીં હજુ બે થી ત્રણ જેટલી ગેંગ ક્રાઈમ બ્રાન્ચના રડારમાં હોવાનું તેઓએ જણાવ્યું હતું.