BREAKING NEWS

મ્યુલ એકાઉન્ટ : જૂનાગઢના પૂર્વ કોર્પેારેટર સહિત ૧૪ લોકોનું ૯.૪૩ કરોડનું કૌભાંડ

  • December 23, 2025 11:38 AM 

સામાન્ય કમિશન મેળવવાની લાલચમાં મ્યુલ એકાઉન્ટના માધ્યમથી નાણા સગેવગે થતા હોવાની જૂનાગઢમાં સૌથી મોટી ફરિયાદ નોંધાય છે. જૂનાગઢના ૧૧, જેતપુર અને ભાવનગરના એક તથા દુબઈ સહિત ૧૪ ઇસમો  દ્રારા સાઇબર ફ્રોડ થી મેળવેલી ૯.૪૩ કરોડની રકમ સગેવગે કર્યા અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં ભાજપના પૂર્વ કોર્પેારેટરનો પણ સમાવેશ થાય છે.
સાયબર ગુના સગે વગે કર્યાના બનાવમાં અલી મહંમદ ઉર્ફે આસિફ ઠેબા (રહે સુખનાથ ચોક), અસલમ ઉર્ફે લાલો ઈબ્રાહીમ કુરેશી, (રહે સુખનાથ ચોક) ઈમ્તિયાઝ ઉર્ફે બકરો હિંગ રોજા (રહે સંધિ પરા) અને કાઝીમ ઉર્ફે રાજ સુમરા રહે ખ્વાજા નગર ચારેય શખ્સો તેના મળતીયાઓ સાહિલ સમા ગામેતી રહે ખામધ્રોળ, અજય ઉર્ફેકાનો સોનગરા રહે સરગવાઙા, અંજુમ છોટુભાઇ ચૌહાણ ખ્વાજા નગર, અરબાજ ઈકબાલ કુરેશી રહે દાતાર રોડ, સાંઈ ઉર્ફે મંથન થોરાટ રહે આશિયાના સોસાયટી, કરીમ અહમદ સીડા, સાહબાદ જાફર કુરેશી અને મુસો આસમ હસાણી એમ સાત યુવકોના બેંક એકાઉન્ટ મેળવી તેમાં સાયબર ગુના તથા ઓનલાઇન ગેમિંગના માધ્યમથી મેળવેલ પિયા જમા કરતા હતા. આ રકમ અલી મહંમદ ઉર્ફે આસિફ ઠેબા દ્રારા ભાવનગરના રાજુ ઉર્ફે રામભાઈને આંગડિયા દ્રારા મોકલવામાં આવતી હતી. તેમજ તે રકમનું યુએસબીમાં પાંતર કરી દુબઈના ઈરફાન જાદુગરને મોકલવામાં આવતી હતી. કુલ ૫૨ એકાઉન્ટના માધ્યમથી સાયબર ગુના તથા ગેમિંગ દ્રારા મેળવેલ ૯.૪૩ કરોડ કમિશનની રકમ જમા થઈ હોવાનું ખુલ્યું છે. અને કરોડોની રકમની હેરાફેરીમાં આંતરરાષ્ટ્ર્રીય રેકેટ સામે આવતા પોલીસે ભાવનગરના યુવક તથા દુબઈના યુવક સામે પણ તપાસ હાથ ધરી છે.
પોલીસ દ્રારા એનસીસીઆરટી પોર્ટલમાં નોંધાયેલી વિગતોના આધારે તપાસ હાથ ધરી હતી જેમાં અલી મોહમ્મદ ઠેબા  પ્રાઈમ ગ્રુપના એકિસસ બેન્કમાં રહેલા કરટં એકાઉન્ટમાં નાણા જમા થતા હતા આ પેઢીના કુલ આઠ અલગ અલગ બેંક એકાઉન્ટ ઈમ્તિયાઝ ઉર્ફે બકરોને ભાડેથી આપેલ હતા અને તે બેંક ખાતા અજય ઉર્ફેકાનો સોનગરા સરગવાળા તથા અરબાજ એક બીબ્રાહીમ કુરેશી દાતાર રોડ, મંથન થોરટ મરાઠી, સાહિલ ગફાર સમા, અંજુમ છોટુ ચૌહાણ દ્રારા બેંક ખાતા મેળવી ઈમ્તિયાઝ ઉર્ફે બકરાને આપતો હતો અને ઇમ્તિયાઝ ખાતામાં જમા થયેલ રકમનું કમિશન મેળવી લેતો હતો. ત્યારબાદ ઈમ્તિયાઝ ઉર્ફે બકરો ઈબ્રાહીમ ગામેતી અને તેનો મિત્ર કાજીમ બંને સાથે મળીને અલી મહંમદ ઉર્ફે આસિફ ઠેબા તથા અસલમ ઉર્ફે લાલો ઇબ્રાહીમ કુરેશી સુખનાથ ચોક વાળા મારફતે બેન્ક એકાઉન્ટ મેળવી દુબઈના ઈરફાન ઉર્ફે જાદુગર ને રકમ આપતા હતા અને પોત પોતાના એકાઉન્ટમાં થયેલ ટ્રાન્જેકશનના ૬ ટકા કમિશન મેળવતા હતા. સમગ્ર ટ્રાન્જેકશનની દેખરેખ ઈરફાન દ્રારા થતી હતી અને રકમ જમા થયા બાદ ભાવનગરના રાજુભાઈ ઉર્ફે રામભાઈને અલી મોહમ્મદ ઉર્ફે આસિફ મારફતે આંગડિયા ભાવનગર તથા સુરત રકમ મોકલતી હતી. સમગ્ર ગુનામાં યુએસબી કન્વર્ટ કરીને ડાયરેકટ ઈરફાનને રકમ મોકલાતી હોવાનું કબૂલાત કરવામાં આવી હતી. સમન્વય પોર્ટલમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા અલગ અલગ બેન્ક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવી ફ્રોડ થી મેળવેલી રકમ સગેવગે કર્યા અંગે જુનાગઢ પોલીસે મોટું નેટવર્ક ઝડપી લીધું છે. એ ડિવિઝનમાં જૂનાગઢના ૯ જેતપુર અને ભાવનગરના એક તથા દુબઈના યુવક સામે બીએનએસ તથા આઇટી એકટની વિવિધ કલમો અન્વયે ગુનો નોંધે તપાસ શ કરવામાં આવી છે. પોલીસે કરેલી તપાસમાં સાયબર ગુના આચરીને રકમ મેળવેલી હતી. સાયબર ગુના તથા ઓનલાઇન ગેમિંગ ના માધ્યમથી મેળવેલ વિવિધ ૩૦૫ કરોડની રકમ સગે વગે કર્યા બાદ અંદાજિત ૯.૪૩ કરોડનું કમિશન યુવકોના ખાતામાં જમા થયું હોવાનું ખુલ્યું હતું. પોલીસ દ્રારા એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવી નાણાકીય સગે વગે કર્યાના બનાવ અંગે અલી મહંમદ ઉર્ફે આસિફ ઠેબા, અસલમ ઉર્ફે લાલો ઇબ્રાહીમ કુરેશી, ઈમ્તિયાઝ ઉર્ફે બકરો ઇબ્રાહીમ હિંગરોજા, કાઝીમ રાજ સુમરા, ચાર શખસો તેના મળતીયાઓ સાહિલ ગફાર સમા, અજય ઉર્ફેકાનો સોનગરા, અંજુમ ચૌહાણ સિપાઈ, અરબાઝ ઈકબાલ કુરેશી, સાંઈ ઉર્ફે મંથન થોરાટ, કરીમ સીડા, સાહબાજ જાફર કુરેશી, જેતપુરના મુસો મુસાણી મારફતે બેન્ક એકાઉન્ટ મેળવી ખાતામાં રકમ જમા કરાવી .૯.૪૩ કરોડની રકમ કમિશનથી મેળવી ગુનો કર્યા અંગે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્રારા ભાવનગરના તથા દુબઈના માસ્ટરમાઈન્ડ યુવકને ઝડપી લેવા તપાસનો ધમધમાટ હાથ ધર્યેા છે. સમગ્ર બનાવવામાં આંગડિયા પેઢીની પણ પૂછપરછ કરવામાં આવશે અને આગામી દિવસોમાં વધુ મોટી રકમનું નાણાકીય ભાંડાફોડ થાય તેવી પણ સંભાવના સેવાઈ રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application