26 જાન્યુઆરી અને પ્રજાસત્તાક દિવસ પર ગુજરાત રાજ્ય પોલીસ દળના 16 અધિકારી અને જવાનોને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય પોલીસની વિશિષ્ટ અને પ્રશંસનીય સેવાઓને માન આપતાં આ સન્માન જાહેર કરવામાં આવ્યું છે. આ યાદીમાં 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા પોલીસ મેડલ (PSM) જ્યારે 14 અધિકારી અને જવાનોને ‘પ્રશંસનીય સેવા પોલીસ મેડલ (MSM)’ આપવા માટે પસંદગી કરવામાં આવી છે.
ગુજરાત કેડરના IPS અધિકારી નિપૂણા તોરવણે અને એસ. એસ. રઘુવંશીને શ્રેષ્ઠ કામગીરી બદલ 'વિશિષ્ટ સેવા પોલીસ મેડલ' (PSM) એનાયત કરવામાં આવ્યા છે.
ગુજરાતના 16 અધિકારી અને જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ
આ ઉપરાંત, આઈપીએસથી લઈને કોન્સ્ટેબલ સુધીના અન્ય 14 પોલીસ કર્મીઓને તેમની પ્રશંસનીય સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. આ તમામ ગૌરવશાળી વિજેતાઓને આગામી 26 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવશે. જ્યારે પ્રશંસનીય સેવા પોલીસ મેડલ માટે કોસ્ટલ સિક્યુરિટી, જેલ વિભાગ, સ્ટેટ મોનિટરિંગ સેલ, ઇન્ટેલિજન્સ, સુરત, અમદાવાદ અને રાજકોટ શહેર પોલીસ તેમજ રાજ્ય સશસ્ત્ર પોલીસ દળમાં ફરજ બજાવતા અધિકારી અને જવાનોની પસંદગી કરવામાં આવી છે.
ડૉ. કે.એલ.એન. રાવે મેડલ મેળવનારને અભિનંદન પાઠવ્યા
રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ પ્રાપ્ત કરનાર તમામ અધિકારી અને જવાનોને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, આ સન્માન ગુજરાત પોલીસની પ્રતિબદ્ધતા, નિષ્ઠા અને જનસેવાની ભાવનાનું પ્રતિબિંબ છે.
આ 16 પોલીસકર્મીને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરાશે
1. નિપુણા તોરવણે (એડિશનલ DGP)
2. શૈલેષસિંહ શ્યામબલીસિંહ રઘુવંશી (નાયબ કમિશનર ઓફ ઇન્ટેલીજન્સ)
3. પી. એલ. માલ (IGP)
4. એ.જી. ચૌહાણ (IGP)
5. એમ.જે. ચાવડા (SP)
6. ઘનશ્યામસિંહ અનોપસિંહ સરવૈયા (ACP)
7.ધર્મેન્દ્ર હરજીભાી દેસાઈ (SP)
8. વસંત સોમસિંહ પરમાર (PSI)
9. સંજય મુરલીધર પાટીલ (PSI)
10. ક્રિપાલસિંહ જીલુભા રાણા (વાયરલેસ PSI)
11. સુનિલ ગોરખભાઈ દેશલે (ASI)
12. ગીરીસભાઈ છગનભાઈ દેસાઇ (ASI)
13. શનાભાઈ મોરારભાઈ પરમાર (હથિયાર હેડ કોન્સ્ટેબલ)
14. લાલસિંહ રામસિંહ વિહોલ (AIO)
15. અરવિંદ ભોપીનભાઈ તડવી (AIO)
16. વિષ્ણુભાઈ ભરતભાઈ દેસાઇ (AIO)