BREAKING NEWS

ભાણવડમાં તબીબી બેદરકારીથી ૧૬ વર્ષીય તરૂણનું મોત: પરિવારજનોનો આરોપ

  • October 13, 2025 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેવભૂમિ દ્વારકામાં ૧૬ વર્ષીય અજય કનારા નામના કિશોરના મોત બાદ આરોગ્ય તંત્રમાં ચકચાર મચી છે. સતત જાડા ઉલ્ટી થવાને કારણે તેને પરમ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં બીએએમએસ ડિગ્રી ધરાવતા ડોકટરે ઇન્જેક્શન આપ્યા બાદ તેની તબિયત બગડી હતી ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું, પરિવારજનોએ બન્ને ડોક્ટર વિરુદ્ધ બેદરકારીની ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.


બંને એલોપેથી સારવાર આપતા હતા છતાં લાયસન્સ વિનાના હોવાનું બહાર આવ્યું છે. હોસ્પિટલોમાં ફાર્માસિસ્ટ, ફાયર સેફ્ટી અને યોગ્ય દસ્તાવેજોની ગેરહાજરી સાથે ટેક્સ ચોરીના આક્ષેપો પણ સામે આવ્યા છે. પોલીસે તથા આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે.
બંને ડોક્ટર ફક્ત બીએએમએસ ડિગ્રી ધરાવતા હોવાનું બહાર આવ્યું. છતાં પણ બન્ને ડોક્ટર એલોપેથી દવાઓ અને ઈસીજી જેવી સારવાર આપતા હતા.


હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ વગર ધમે ધમે છે મેડિકલ સ્ટોર્સ અને ફાયર સેફ્ટી તો છેજ નહી. એટલું જ નહીં બન્ને ડોક્ટરોએ સારવારની કોઈ પેપર પર એન્ટ્રી જ નથી કરી કે નથી કોઈ બિલ બનાવ્યા અહીં ટેક્સ ચોરી પણ થઈ રહી છે તે સ્પષ્ટ દેખાય છે.
​​​​​​​

મૃતકનો પોસ્ટમોર્ટમ કરાયું છે અને સેમ્પલ એફએસએલ માટે મોકલાયા. પોલીસ અને આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે ત્યારે આ બનાવ બાદ દ્વારકા જિલ્લામાં ચાલતા નિયમો વિરુદ્ધના હોસ્પીટલ અને મેડિકલ સ્ટોર્સ પર કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application