BREAKING NEWS

માતા-પિતા તમારા બાળકોને સાચવજો...કાલાવડમાં પતંગ લૂંટવા ગયેલા ૧૬ વર્ષના કિશોરને વીજ કરંટ લાગતા મોત

  • January 05, 2026 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મકરસંક્રાતિ પર્વ નજીક આવતા જ સામન્ય ઇજાથી લઇ જાનહાની સહિતની કમનસીબ ઘટના બનતી હોય છે ત્યારે આવી એક કરૂણ ઘટના જામનગરના કાલાવડમાં બનવા પામી છે. અહીં ૧૬ વર્ષનો કિશોર કપાયેલી પતંગ લુંટવા માટે જતા અકસ્માતે તેનો હાથ વીજ થાંભલામાં અડી જતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો. જેથી તને પ્રથમ કાલાવાડની સિવિલ હોસ્પિટલમાં બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે જ કિશોરનું મોત થયું હતું. બનાવને લઇ મુસ્લિમ પરિવારમાં માતમ છવાય ગયો હતો.


જાણવા મળતી વિગતો મુજબ, કાલાવડ ગામે કુંભનાથપરામાં રહેતો નફીશ અહેમદ ઇદ્રીશભાઇ સોલંકી(ઉ.વ.૧૬) નામનો કિશોર ગઇકાલે સાંજે ગામમાં ફુલકુડી નદી પાસે હતો ત્યારે અહીં વીજ થાંભલાને અડી જતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો. જેથી તેને સારવાર માટે કાલાવડ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં કિશોરને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે કિશોરને મૃત જાહેર કર્યો હતો. બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.


વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, નફીશ બે ભાઇ એક બહેનના પરિવારમાં વચેટ હતો. તેના પિતા મજુરીકામ કરે છે. કિશોર પણ પિતા સાથે કામે જઇ પરિવારમાં આર્થિક રીતે મદદરૂપ બનતો હતો. કિશોર ગઇકાલે સાંજે અહીં નદી પાસે હતો દરમિયાન એક કપાયેલી પંગત લુંટવા જતા તે અકસ્માતે વીજ થાંભલાને અડી જતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો.જેના લીધે તેનું મોત થયું હતું. બનાવને લઇ મુસ્લિમ પરિવારમાં માતમ છવાય ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News