સાંસદ પૂનમબેન માડમ દ્વારા મુખ્યમંત્રીનો આભાર વ્યકત કરાયો
જામનગર સંસદીય મતવિસ્તારના જામનગર જીલ્લાના કાલાવડ બાલંભડી લો-લેવલ રોડ ા.15 લાખ, કાલાવડ-વંથલી-ફલ્લા રોડ મેસોનરી સીડી ા. 80 લાખ, જામનગર-લાલપુર-પોરબદર રોડ પાઈપ ડ્રેઇન ા.120 લાખ, જામનગર-સમાણા-ફુલનાથ રોડ કોઝવે ા. પ60 લાખ, દુધઈ-ભીમકટા-જામસર-રણજીતપર-બાલંભા રોડ કોઝવે ા.170 લાખ, મોટીગોપ-જીણાવારી-ઈશ્વરીયા-વનાણા-નંદાણા-ધ્રાફા રોડ પાઈપ ડે્રઈન ા.35 લાખનો સમાવેશ થાય છે.
મોરબી જીલ્લાના ઉંટબેટ-શામપર-બેલા-આમરલ રોડ કોઝવે ા.765 લાખ મળી એમ કુલ-1705 લાખના રોડ-રસ્તાના ડ્રેઈન અને કોઝ-વેના કામો મંજુર કરવા અંગની આનુસાંગીક કામગીરી કરવા બાબતે સાંસદ પૂનમબેન માડમ તથા જામનગર જીલ્લા માટે મંત્રી રાધવજીભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, પુર્વ મંત્રી ચીમનભાઈ સાપરીયા વિગેરે પદાધિકારીઓ અને અગ્રણીઓ દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવેલ, જે કાર્યને મુખ્યમંત્રી દ્વારા સૈઘ્ધાંતીક મંજુરી અને જોબ નંબર મળતા જનસુવિધાના આ મહત્વના કામો માટેની આ રજુઆતોને અનુલક્ષીને આ કામો મંજુર થતા સંસદસભ્ય પૂનમબેન માડમએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. સાંસદની અસરકારક આ રજુઆત સફળ રહેતા જામનગર સંસદીય મતવિસ્તારના લોકોએ સાંસદ પૂનમબેન માડમનો આભાર વ્યક્ત કરેલ છે.
જામનગર સંસદસભ્ય પૂનમબેન માડમના પ્રયાસોથી જામનગર અને મોરબી તાલુકાના ઉપરોક્ત મહત્વના માર્ગોના ડ્રેઈન અને કોઝવેના કામો માટે ા.1705 લાખના આ વિકાસ કામો સૈઘ્ધાંતીક રીતે મંજુર થઈ જોબ નંબર મળતા લગત વિસ્તારોના ગામો માટે પરિવહન અને આવન-જાવન માટે ખૂબ સાનુકુળતા થશે. આ માટે સંસદસભ્ય પૂનમબેન માડમએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech