પોરબંદરથી વિશાળ સંખ્યામાં ભકતો જોડાશે: પરમપૂજ્ય મહારાજશ્રી એવમ્ સદ્ગુરુ સંતોના વરદ હસ્તે થશે અભિષેક: માતિયજ્ઞમાં ઉપસ્થિત રહેવા પાઠવાયુ નિમંત્રણ
સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવના ૧૭૭માં વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.
સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા પાવન તીર્થરાજ શ્રી સાળંગપુરધામ કે જયાં ભગવાન શ્રી સ્વામિનારાયણે આ ધરાને પાવન કરી અનેક લીલાઓ કરી છે અને અનાદિ મૂળ અક્ષરમૂર્તિ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ પોતાના પ્રૌઢ પ્રતાપથી મહાસમર્થ શ્રી કષ્ટભંજન દેવની સ્થાપના કરી છે. આજે દાદાની કૃપાથી લાખો દુ:ખીયા જીવ સુખીયા થઇ આનંદિત જીવન જીવી રહ્યા છે.
દેશ-વિદેશથી આવતા લાખો શ્રધ્ધાળુઓના હૈયાના હાર એવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૭મો વાર્ષિક પાટોત્સવ આવી રહ્યો છે. ત્યારે પરમકૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી , વડતાલદેશ પિઠાધિપતિ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના શુભ આશીર્વાદથી અને પ.પૂ. ગુરુવર્ય અથાણાવાળા સ્વામીના આશીર્વાદથી અને પ.પૂ. સ.ગૂ. શ્રી ચૈતન્યસ્વપદાસજી સ્વામી-લોજવાળાની સ્મૃતિમાં તથા પ.પૂ.સ.ગુ. પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ના વકતાપદે ત્રિદિનાત્મક ‘શ્રી હનુમંત ચરિત્ર કથા’નું આયોજન તા. ૯-૧૦-૨૦૨૫ ગુરુવારથી તા.૧૧-૧૦-૨૦૨૫, શનિવાર દરમ્યાન રાખવામાં આવેલ છે.
આજે આ ઘોર કળીયુગમાં પ્રગટ પ્રતાપ દાખવી અખિલ બ્રહ્માંડમાં સુખાકારી અને મંગલકારી દિગંતવ્યાપી ડંકો વાગી રહ્યો છે તેવા આ શુભ સ્થાનમાં પ્રૌઢ પ્રતાપી શ્રી કષ્ટભંજનદેવનો ૧૭૭મો વાર્ષિક પાટોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યોર આ પ્રસંગે પરમપૂજ્ય મહારાજશ્રી એવમ સદ્ગુરુ સંતોના વરદ્ હસ્તે અભિષેક, પાટોત્સવ તથા માતિયજ્ઞમાં શ્રીફળ હોમવાની વિધિ સંપન્ન થશે તથા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દિવ્ય દર્શન, અભિષેક, અન્નકૂટ,યજ્ઞ દર્શન, કથા શ્રવણ એવં બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન -આશીર્વચન એવં મહાપ્રસાદનો લાભ લેવા આપ સૌ પ્રેમીભકતોને પરિવાર સહિત ઉપસ્થિત રહેવા કોઠારી શ્રી વિવેકસાગરસ્વામી અથાણાવાળા એવમ્ શેઠ ધીરેનભાઇ અનંતરાય કામદાર પરિવારે હાર્દિક આમંત્રણ પાઠવ્યુ છે.
૧૭૭માં પાટોત્સવ પ્રસંગે ત્રિદિનાત્મક ‘શ્રી હનુમંત ચરિત્ર કથા’ નું આયોજન પરમપૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) ના શ્રીમુખે તા.૯-૧૦-૨૦૨૫ ગુરુવારથી તા. ૧૧-૧૦-૨૦૨૫ શનિવાર સુધી સવારે ૯ થી ૧૧:૩૦ કલાકે અને બપોરે ૪ થી ૬:૩૦ કલાક સુધી સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે કરવામાં આવ્યુ છે.
પાટોત્સવ તથા માતિયાગના યજમાન પોરબંદરના ધીરેનભાઇ અનંતરાય કામદાર પરિવાર, મયંકભાઇ તથા કેયાન કામદાર રહ્યા છે.
પાટોત્સવના કાર્યક્રમની પરેખા
કથા પ્રારંભે તા. ૯-૧૦-૨૦૨૫ ગુરુવારે પોથીયાત્રા સાંજે ૪ વાગ્યે નિલકંઠ મહાદેવ મંદિરથી નીકળશે. કથાનો સમય સવારે ૯ વાગ્યાથી ૧૧:૩૦ વાગ્યા સુધી અને બપોરે ૪ થી ૬:૩૦ વાગ્યા સુધીનો રહેશે તથા કથાની પૂર્ણાહુતિ તા. ૧૧-૧૦-૨૦૨૫ શનિવારે ૧૧:૩૦ કલાકે થશે. માતિયજ્ઞનો પ્રારંભ તા. ૧૦-૧૦-૨૦૨૫ શુક્રવારે સવારે ૭ વાગ્યે થશે અને પૂર્ણાહુતિ તા. ૧૧-૧૦-૨૦૨૫ શનિવારે બપોરે ૧૨ વાગ્યે થશે. પાટોત્સવ તા. ૧૧-૧૦-૨૦૨૫, શનિવારે યોજાશે જેમાં મંગળા આરતી સવારે ૫:૩૦ કલાકે, શણગાર આરતી સવારે ૭ કલાકે, શ્રી કષ્ટભંજનદેવનો અભિષેક સવારે ૮ કલાકે, અન્નકૂટ આરતી સવારે ૧૧ કલાકે યોજાશે. પોરબંદરથી પણ વિશાળ સંખ્યામાં ભકતો જોડાશે તેમ જાણવા મળ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application