સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત તા.૧૧ જાન્યુઆરીને રવિવારે સોમનાથ આવી રહેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના કાર્યક્રમ માટે રાજકોટ સહિત રાજ્યભરમાંથી કુલ ૨૦૦૦ એસટી બસની ફાળવણી કરાઇ છે જેમાં રાજકોટ શહેર જિલ્લામાંથી ૨૦૦ બસમાં ૧૦ હજાર લોકો રવાના થશે તેમ જાણવા મળે છે. વિશેષમાં ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આગામી તા.૧૧ જાન્યુઆરીને રવિવારના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સોમનાથ કાર્યક્રમ માટે રાજકોટ સહિત રાજ્યભરના કુલ ૧૪ એસટી ડિવિઝનમાંથી ૨૦૦૦ એસટી બસ પ્રધાનમંત્રીના સોમનાથ કાર્યક્રમ માટે ફાળવવા આદેશ કરાયો છે. જેમાં રાજકોટથી ૨૦૦, જૂનાગઢથી ૨૦૦, ભાવનગરથી ૧૫૦, જામનગરથી ૮૦, અમરેલીથી ૧૨૦, ભરૂચથી ૭૫, વડોદરાથી ૧૦૦, નડિયાદથી ૨૭૫, અમદાવાદથી ૧૫૦, ગોધરાથી ૫૦, ભુજથી ૫૦, પાલનપુરથી ૧૦૦, મહેસાણાથી ૨૭૫ અને હિંમતનગરથી ૧૦૦ અને સુરતથી ૭૫ એસટી બસની ફાળવણી કરવા આદેશ જારી કરાયો છે
રાજકોટ જિલ્લામાં ક્યાંથી કેટલી બસ ઉપડશે?
જેતપુર તાલુકો-૨૫
ગોંડલ તાલુકો- ૨૫
ધોરાજી તાલુકો- ૩૦
ઉપલેટા તાલુકો- ૨૦
જામ કંડોરણા- ૧૫
કોટડા સાંગાણી- ૧૦
જસદણ તાલુકો- ૨૦
વિંછીયા તાલુકો- ૧૦
લોધિકા તાલુકો- ૦૫
પડધરી તાલુકો- ૦૮
જસદણ શહેર- ૦૪
ગોંડલ શહેર- ૦૬
ધોરાજી શહેર- ૦૭
ઉપલેટા શહેર- ૦૭
ભાયાવદર- ૦૪
જેતપુર શહેર- 04