BREAKING NEWS

જામનગરના ૨,૧૩,૭૪૯ કાર્ડધારકોને આજથી રાશન નહીં મળે, વ્યાજબી ભાવના દુકાનદારોની અચોક્કસ મુદતની હડતાળ

  • November 01, 2025 05:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના ૨,૧૩,૭૪૯ કાર્ડધારકોને આજથી રાશન વિતરણ થશે નહીં. કારણ કે, ફેર પ્રાઇઝ એસોસીએશનની રાજ્યવ્યાપી હડતાલમાં શહેર-જિલ્લાના ૩૫૬ દુકાનદારો જોડાયા છે. અચોકકસ મુદતી હડતાલના પગલે તમામ દુકાનદારોએ દુકાનો બંધ રાખી વિરોધ વ્યકત કર્યો છે. પડતર પ્રશ્નો ન ઉકેલાતા વ્યાજબી ભાવના દુકાનદારો દ્રારા આંદોલનનું રણશીગુ ફૂંકવામાં આવ્યું છે. 


જામનગર સહીત રાજયભરના રાશનકાર્ડ ધારકોને નવેમ્બર મહીનાના અનાજના જથ્થાની ફાળવણી સરકાર દ્રારા કરવામાં આવી છે. પરંતુ વ્યાજબી ભાવના દુકાનદારોના પડતર પ્રશ્નો લાંબા સમયથી ન ઉકેલાતા ૧ નવેમ્બરથી ફેર પ્રાઇઝ એસોસીએશન દ્રારા રાજયવ્યાપી હડતાળ શ‚ કરવામાં આવી છે. આથી શનિવારે વાજબી ભાવના દુકાનદારોએ દુકાનો બંધ રાખી વિરોધ કર્યો હતો. રાજયવ્યાપી હડતાળમાં જામનગર શહેર-જિલ્લાના ૩૫૬ વાજબી ભાવના દુકાનદારો જોડાયા હોવાનું જામનગર જિલ્લા ફેર પ્રાઇઝ એસોસીએશનના ઉપપ્રમુખ મનજીભાઇ વાધેલાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજયવ્યાપી હડતાળના પગલે જામનગર શહેર-જિલ્લામાં પણ વાજબી ભાવના દુકાનદારોએ શનિવારે દુકાનો બંધ રાખી હતી.


 આથી ધઉં, ચોખા, ખાંડ, દાળ સહીતના વાજબી ભાવના રાશનનું વિતરણ બંધ રહ્યું હતું. સરકાર દ્રારા રાશનના દુકાનદારોને દર મહીને ૨૦ હજારનું વળતર આપવાની જાહેરાત કરી છે. પરંતુ આ રકમ ખૂબજ ઓછી હોવાનું અને તેમાં વળી ૯૭ ટકા વિતરણની શરત ઉનુચિત હોવાનું દુકાનદારોએ જણાવ્યું છે. તદઉપરાંત અનેક પડતર પ્રશ્નો છે.

​​​​​​​ આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઇ નકકર ઉકેલ આવ્યો નથી. આથી નાછૂટકે આચોકકસ મુદતની હડતાળનું આંદોલનનું રણશીંગુ ફૂકવામાં આવ્યું છે. જેના પગલે શનિવારે જામનગર શહેર-જિલ્લાના તમામ ૩૫૬ વાજબી ભાવના દુકાનદારોએ દુકાનો બંધ રાખી હતી. આથી જિલ્લાના તમામ ૨,૧૩,૭૪૯ રાશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ બંધ થયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application