ફળોના રાજા કેસર કેરીની સીઝન અંતિમ તબક્કામાં છે. સોરઠની કેરીની આંતરરાષ્ટ્ર્રીય બજારમાં પણ માંગ રહે છે. આ વર્ષે સોરઠમાંથી ૨૨૫ મેટિ્રક ટન કેરી પાંચ દેશોમાં મોકલવામાં આવી છે. જોકે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૪૩ મેટિ્રક ટન કેરીની વિદેશમાં ઓછી ખપત થઈ છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુકે, કેનેડા અને ગલ્ફ દેશોમાં કેરી એકસપર્ટ કરવામાં આવી હતી.
ફળોના રાજા કેરીની ઉનાળુ શ થતા જ લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે. આ વર્ષે કેરીની સીઝન બેથી અઢી સાહ મોડી શ થઈ હતી. કેરીની સીઝન અંતિમ તબક્કામાં પહોંચી છે. સોરઠની કેરીની અન્ય રાય જ નહીં પરંતુ વિદેશમાં પણ માંગ રહી છે. જેથી દેશના સીમાડાઓ ઓળંગી વિદેશમાં પણ કેરીની નિકાસ કરવામાં આવે છે. વિદેશીઓ પણ મન મૂકીને કેરીનો સ્વાદ માણે છે. આ વર્ષે અમેરિકા–ઓસ્ટ્રેલિયા, યુકે, કેનેડા અને ગલ્ફ દેશોમા કુલ ૨૨૫ મેટિ્રક ટન એટલે કે ૨.૨૫ લાખ કિલો કેરી વિદેશમાં એકસપર્ટ કરવામાં આવી હતી. ગત વર્ષે સોરઠમાંથી ૨૬૮ મેટિ્રક ટન કેરીની નિકાસ કરવામાં આવી હતી. ગત વર્ષની સરખામણીએ ૪૩ મેટિ્રક ટન કેરી ઓછી મોકલવામાં આવી છે.
જુનાગઢ જિલ્લ ાની સરખામણીએ ગીર સોમનાથમાં વાવેતર વિસ્તાર વધુ છે. જેથી જૂનાગઢ જિલ્લ ામાં ૫૫ મેટિ્રક ટન અને ગીર સોમનાથમાં ૧,૧૨,૫૪૫ મળી સોરઠમાં ૧,૧૨,૬૦૦ મેટિ્રક ટન કેરીનું ઉત્પાદન થયું હતું. આ વર્ષે બજારમાં ૨૦થી ૨૨ દિવસ કેરીનું આગમન મોડું થયું હતું તેમ છતાં પણ કેરીની પુષ્કળ માંગ રહી છે. જૂનાગઢ બાગાયત અધિકારી હદવાણીના જણાવ્યા મુજબ તાલાળા યાર્ડમાં તો કેરીની સીઝન પૂર્ણ થઈ છે. જૂનાગઢમાં હજુ કેરીની આવક થઈ રહી છે. આગામી દિવસોમાં હજુ પણ કચ્છની કેરીનું બજારમાં આગમન થશે. કેરીની વિદેશીઓમાં પણ માંગ હોવાથી ચાલુ વર્ષે પાંચ દેશોના લોકોએ ૨.૨૫ લાખ કિલો કેરીનો મન મૂકીને સ્વાદ માણ્યો હતો.
સોરઠમાં કેરીનું ૨૭,૫૯૫ હેકટરમાં વાવેતર
કેસર કેરીનું હબ ગણાતા સોરઠમાં જૂનાગઢ જિલ્લ ામાં ૯૧૪૫ અને ગીર સોમનાથ જિલ્લ ામાં ૧૬,૬૫૦ બંને જિલ્લ ામાં ૨૭,૫૯૫ હેકટરમાં કેરીનું વાવેતર થયું હતું. ગત વર્ષે સોરઠમાં ૨૫,૫૫૦ હેકટર વિસ્તારમાં વાવેતર થયું હતું તેની સરખામણીએ આ વર્ષે ૨૦૪૫ હેકટરમાં વધારો થયો છે.
સોરઠમાંથી ૮૩ ખેડૂતોનું રજિસ્ટ્રેશન
વિદેશમાં વસ્તુ મોકલવા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવે છે જેથી સોરઠમાંથી મોટા પ્રમાણમાં ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. આ વર્ષે ૮૩ એકસપોર્ટરે કેરીની નિકાસ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ગત વર્ષે ૧૨૦ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું કે જેની સરખામણીએ આ વર્ષે ૩૭ એકસપોર્ટર ઓછા નોંધાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેવડાવાડીમાં ધોળા દિવસે સોની વેપારીના ઘરમાં ચોરી કરનાર મુંબઇનો શખસ ઝડપાયો
June 16, 2025 03:16 PMમારી ગાડીના કાચ તમારા સમાજના લોકોએ જ તોડ્યા, કહી યુવાનને હડધૂત કરી ધમકી
June 16, 2025 03:13 PMગણેશનગરમાં એન્ટિક ચીજ વસ્તુના વેપારીને છરીના ઘા મારવાની ધમકી
June 16, 2025 03:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech