ઉત્તર પ્રદેશના બહરાઇચમાં દુગર્પ્રિતિમા વિસર્જન વખતે ફાટી નીકળેલી હિંસા બાદ સ્થિતિ વણસી હતી અને એક યુવકનું મોત થયા બાદ તોફાને હિંસક વળાંક લીધો હતો. જેના પગલે આગજનીના બનાવો વધતા પોલીસ વધુ સતર્ક બની હતી તેમજ તોફાનીઓ સામે કડક પગલાં લેવાનું શરુ કરાયું છે.13 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધીમાં એક યુવકની મિશ્રાની હત્યા અને ત્યારપછીની હિંસાના સંબંધમાં જિલ્લામાં ઓછામાં ઓછી 11 એફઆઈઆર નોંધવામાં આવી હતી જેમાં સેંકડો અજાણ્યા તોફાનીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.ઉત્તર પ્રદેશ પોલીસે મહારાજગંજમાં સાંપ્રદાયિક હિંસા પર તેની કાર્યવાહી ચાલુ રાખી હતી અને વધુ 26 શંકાસ્પદ તોફાનીઓને પકડી લીધા હતા, અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ધરપકડની કુલ સંખ્યા 87 થઈ ગઈ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લાભરની તમામ મસ્જિદોમાં શુક્રવારની નમાજ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ મહારાજગંજ સિવાય જિલ્લાના તમામ બજારોમાં તમામ પ્રવૃત્તિ અને કામકાજ રાબેતા મુજબ શરુ રહ્યા હતા.
નોંધનીય છે કે રામ ગોપાલ મિશ્રા (22)નું રવિવારે મહારાજગંજમાં પૂજા સ્થળની બહાર મોટા અવાજે સંગીત વગાડવામાં આવતા સમસમી ચડભડ અને પથ્થરમારા બાદ ફાયરીંગમાં મૃત્યુ થયું હતું. આ ઘટનાથી સાંપ્રદાયિક હિંસા ભડકી હતી, જેના કારણે વિસ્તારમાં આગચંપી અને તોડફોડ થઈ હતી અને ચાર દિવસ માટે ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન લોકો મોટાભાગે ઘરની અંદર જ રહ્યા હતા.હિંસાની આ વારદાતમાં છ નામાંકિત વ્યક્તિઓ સહિત લગભગ 1,000 લોકો સામે કેસ નોંધવામાં આવ્યા હતા. સાંપ્રદાયિક હિંસાને પગલે એક સ્ટેશન હાઉસ ઓફિસર અને પોલીસ ચોકીના ઈન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે સર્કલ ઓફિસર રૂપેન્દ્ર ગૌર, તહસીલદાર રવિકાંત દ્વિવેદી અને જિલ્લા માહિતી અધિકારી ગુલામ વારિસ સિદ્દીકીને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલાવડમાં સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચારવાના કેસમાં આરોપીને દસ વર્ષની સજાનો હુકમ
May 02, 2025 10:54 AMતમે અમેરિકા સાથે વેપાર કરી શકશો નહીં ટ્રમ્પની ઈરાની તેલ ખરીદતા દેશોને ધમકી
May 02, 2025 10:53 AMકાળીયા ઠાકરને રંગબેરંગી પુષ્પોથી શણગાર: આંબા મનોરથ યોજાયો
May 02, 2025 10:52 AMવાડીનાર ખાતે કોસ્ટ ગાર્ડ રિજન દ્વારા બેડમિન્ટન ચેમ્પિયનશિપ
May 02, 2025 10:44 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech