ગુજરાતની લોકસભાની સુરતની બેઠક ગઈકાલે બિનહરીફ જાહેર થયા પછી હવે આગામી તારીખ ૭ મેના રોજ યોજનારી ૨૫ બેઠક માટેની ચૂંટણીમાં ૨૬૬ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. સૌથી વધુ ઉમેદવારો અમદાવાદ પૂર્વમાં ૧૮ છે અને સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર ત્રણ છે.
સૌરાષ્ટ્ર્ર કચ્છ ની વાત કરીએ તો અહીં ભાવનગરમાં સૌથી વધુ ૧૪ ઉમેદવારો છે યારે અમરેલીમાં માત્ર આઠ ઉમેદવાર છે. સૌરાષ્ટ્ર્ર –કચ્છની આઠ બેઠક માટે ૯૨ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
સૌરાષ્ટ્ર્ર કચ્છમાં ભાજપ કોંગ્રેસના જંગની વાત કરીએ તો રાજકોટમાં પુષોત્તમ પાલા સામે પરેશભાઈ ધાનાણી અમરેલીમાં ભરતભાઈ સુતરીયા સામે જેનીબેન ઠુંમર જૂનાગઢમાં રાજેશભાઈ ચુડાસમા સામે હીરાભાઈ જોટવા પોરબંદરમાં મનસુખભાઈ માંડવીયા સામે લલિતભાઈ વસોયા જામનગરમાં પૂનમબેન માડમ સામે જે.પી. મારવીયા, ભાવનગરમાં નિમુબેન બાંભણિયા સામે આમ આદમી પાર્ટીના ઉમેશભાઈ મકવાણા સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ સિહોરા સામે ઋત્વિક મકવાણા અને કચ્છમાં વિનોદભાઈ ચાવડા સામે નિતેશભાઈ લાલન ચૂંટણી લડી રહ્યા છે.
લોકસભાની સામાન્ય ચૂંટણી–૨૦૨૪ તથા વિધાનસભાની ૦૫ બેઠકો માટેની પેટાચૂંટણીઓ માટે ગત તા.૧૨ એપ્રિલથી તા.૧૯ એપ્રિલ, ૨૦૨૪ સુધીમાં અનુક્રમે કુલ ૪૩૩ ઉમેદવારો દ્રારા તથા ૩૭ ઉમેદવારો દ્રારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા.તા.૨૦ તથા તા.૨૧ના રોજ તમામ ચૂંટણી અધિકારીઓ દ્રારા હાથ ધરવામાં આવેલી ઉમેદવારી પત્રોની ચકાસણીના અંતે લોકસભાની ચૂંટણી માટે કુલ ૩૨૮ ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે ૨૭ ઉમેદવારો માન્ય ઠર્યા છે.
સ્ક્રુટીની બાદ આખરી યાદી મુજબ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ ૨૬૬ ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે ૨૪ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં ૭–અમદાવાદ (પૂર્વ) લોકસભા બેઠક પર સૌથી વધુ ૧૮ ઉમેદવારો તથા ૨૩–બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા ૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જયારે ૨૬–વિજાપુર વિધાનસભા બેઠક પર સૌથી વધુ ૮ ઉમેદવારો તથા ૧૩૬–વાઘોડિયા વિધાનસભા બેઠક પર સૌથી ઓછા ૨ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. આ બેઠક પર મધુ શ્રીવાસ્તવ અને તેના પુત્રી એ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભયુ હતું પરંતુ ગઈકાલે તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે.
સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ્દ થવાથી તથા અન્ય પક્ષના અને અપક્ષ ઉમેદવારો મળી ૮ ઉમેદવારી પત્રો પાછા ખેંચી લેવાતાં આ બેઠક પરના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech