BREAKING NEWS

મહાપાલિકાને વેરો નહીં ચૂકવતા બાકીદારોની ૨૬૭ મિલકત સીલ

  • December 24, 2025 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તા.૧-૪-૨૦૨૫ થી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. તા.૨૪ ડિસેમ્બર સુધીમાં કુલ-૩,૯૩,૦૦૫ કરદાતા દ્રારા રૂ.૩૧૫.૦૫ કરોડની વેરા ભરપાઈ કરવામાં આવેલ છે, જ્યારે વેરો નહીં ચૂકવતા બાકીદારોની ૨૬૭ મિલકત સીલ કરાઇ હતી.

વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૫-૨૦૨૬માં બાકી મિલકત વેરા-વસુલાત સામે વોર્ડ નં-૧માં કુલ-૯,વોર્ડ નં-૨માં કુલ-૧૧,વોર્ડ નં-૩માં કુલ-૩૮, વોર્ડ નં-૫માં કુલ-૨, વોર્ડ નં-૬માં કુલ-૫, વોર્ડ નં-૭માં કુલ-૧૩૪, વોર્ડ નં-૮માં કુલ-૪,વોર્ડ નં-૯માં કુલ-૭, વોર્ડ નં-૧૦માં કુલ-૧૮, વોર્ડ નં-૧૧માં કુલ-૮, વોર્ડ નં-૧૨માં કુલ-૮, વોર્ડ નં-૧૩માં કુલ-૯, વોર્ડ નં-૧૪માં કુલ-૬, વોર્ડ નં-૧૭માં કુલ-૬ અને વોર્ડ નં-૧૮માં કુલ-૨ મિલકતોને સીલ કરવામાં આવેલ છે, આમ, તા.૯-૪-૨૦૨૫ થી તા.૨૪-૧૨-૨૦૨૫ સુધીમાં કુલ ૨૬૭ મિલકતોને સીલ કરવામાં આવેલ છે.

આ કામગીરી મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા સેન્‍ટ્રલ ઝોનના આસી.કમિશ્નર કે.ડી.વાઢેર તથા વેસ્‍ટ ઝોનના આસી.કમિશ્નર દીપેન ડોડીયા તથા વેસ્‍ટ ઝોનના આસી.કમિશ્નર એચ.પી.રૂપારેલીયા તથા સેન્‍ટ્રલ ઝોન મેનેજર વત્‍સલ પટેલ, ભાવેશ પુરોહિત, વેસ્‍ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, હાર્દિકસિંહ જાડેજા, ઈસ્‍ટ ઝોન મેનેજર ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ ટેક્ષ ઇન્‍સપેકટર દ્રારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવે છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application