ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો .૧૦ અને ધો.૧૨ ની પરીક્ષાઓ તા. ૨૬ ફેબ્રુઆરીથી લેવામાં આવનાર છે.જામનગર જિલ્લા માં ૨૮ હજારથી વધુ વિધાર્થીઓ પરીક્ષા આપનાર છે. શાંતીપુર્ણ વાતાવરણમાં બોર્ડની પરીક્ષાઓ લેવાય એ માટે એકશન પ્લાન ઘડી કાઢી સુચારૂ આયોજન કરવામાં આવ્યુ છે. ૩ દિવસ બાદ પરીક્ષાનો શુભારંભ થશે અને ૧૮ માર્ચ સુધી આ પરીક્ષાઓ લેવાશે.
ધો.૧૦માં જામનગર માટે ૯ સેન્ટર, ૫૯ બિલ્ડીંગ અને ૫૭૭ બ્લોક ની ૧૭૩૪૩ વિધાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ધો.૧૨ ( વિજ્ઞાન પ્રવાહ ) માંટે ૨ સેન્ટર, ૧૦ બિલ્ડીંગ ૯૫ બ્લોકમાં ૧૯૦૫ વિધાર્થીઓ પરીક્ષા આપશે.
જયારે ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)માં પાંચ સેન્ટર, ૩૨ બિલ્ડીંગ અને ૩૦૩ બ્લોક માં ૯૧૬૯ વિધાર્થી પરીક્ષાઓ આપશે. સંસ્કૃત પ્રથમામાં ૪૬ અને સંસ્કૃત મધ્યમાં માં ૭૫ વિધાર્થીઓ નોંધાયા છે આમ બોર્ડના ધો. ૧૦-૧૨ના મળી કુલ ૧૬ કેન્દ્ર, ૧૦૧ બિલ્ડીંગ અને ૯૭૫ બ્લોક ખાતે પરીક્ષાનું આયોજન થયું છે. જેમાં કુલ ૨૮૫૩૮ પરીક્ષાર્થીઓ નોંધાયા છે.
તમામ બિલ્ડિંગો માં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે.જેથી કોપીકેસનું દૂષણ ડામી શકાય. વિદ્યાર્થીઓની મદદ માટે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ કચેરી દ્વારા પરીક્ષાની તમામ તૈયારીઓને આખરી આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પરીક્ષામાં ચુસ્ત સુરક્ષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ સુરક્ષિત અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે. હાલમાં જુદી જુદી શાળાઓમાં હોલ ટીકીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું ઉપરાંત વિધાર્થીઓને કોઇ મુશ્કેલી ન સર્જાય તે માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જે માટે અલગ અલગ તાલુકાવાઇસ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે જેઓ પરીક્ષા સબંધીત માર્ગદર્શન આપશે ઉપરાંત જો કોઇ મુશ્કેલી હોય તો કાન્સીલીંગ પણ કરી આપશે.