રાજકોટ મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન ઓફિસના ફર્સ્ટ ફ્લોર ઉપર કમિશનર બ્રાન્ચ નજીકની લોબીમાં આવેલી પૂર્વ સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયાની ચેમ્બર મહિનાઓ સુધી બંધ રહી હતી ત્યારબાદ ઝોનલ ટાઉન પ્લાનરની ભરતી થતા આ ચેમ્બર સેન્ટ્રલ ઝોનના ઝોનલ ટાઉન પ્લાનર સોરઠીયાને ફાળવવામાં આવી હતી.
ત્રણેક મહિનામાં ફેરફાર થયો હતો
વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત લગભગ છ મહિના સુધી બંધ રહેલી ઉપરોક્ત ચેમ્બર સૌપ્રથમ મધ્યાહન યોજનાના ડેપ્યુટી કલેક્ટરને ફાળવવામાં આવી હતી ત્યારબાદ ત્રણેક મહિનામાં ફેરફાર થયો હતો અને ઝોનલ ટાઉન પ્લાનરને આ ઓફિસ ફાળવવામાં આવી હતી તેઓ ત્રણેક મહિના બેઠા ત્યાં નવા ડેપ્યુટી કમિશનર આવતા હવે તેમને આ ચેમ્બરની ફાળવણી કરાઇ છે. એકંદરે છેલ્લા એક વર્ષમાં સરેરાશ આ ચેમ્બરમાં દર ત્રણ મહિને અધિકારી બદલાઈ જતા હોય આ બાબત મહાપાલિકાના વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.