વડોદરાના ડભોઈના ગોપાલપુરા ગામ નજીક બોલેરો ગાડી અને બાઇક વચ્ચે અકસ્માતમાં પોલીસ કર્મી સહિત 3 વ્યક્તિના મોત થયા છે. જેમાં બેના ઘટનાસ્થળે અને એક વ્યક્તિનું સયાજી હોસ્પિટલમાં મોત થયું છે. અકસ્માત સર્જી બોલેરો ચાલક ફરાર થઈ ગયો હતો. લગ્ન પ્રસંગ અર્થે 3 મિત્રો કવાંટ ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. મૃતક પોલીસ કર્મી મુકેશ સનાભાઇ રાઠવા કપુરાઇ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ મૂળ તુરખેડા જિલ્લો છોટાઉદેપુરના રહેવાસી છે.
વડોદરાના ડભોઈ પાસે આજે ગમખ્વાર અકસ્માત થયો હતો. બોલેરો કાર અને બાઈક વચ્ચે ટક્કર થતા ત્રણ લોકોના મોત થયા હતા. જેમાં એક પોલીસકર્મીનો સમાવેશ થાય છે. ઘટનાને લઈ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ડભોઈના ગોપાલપુરા ગામ નજીક બોલેરો ગાડી અને બાઇક વચ્ચે અકસ્માતમાં પોલીસકર્મી સહિત 3 વ્યક્તિના મોત થયા છે. જેમાં બેના ઘટનાસ્થળે અને એક વ્યક્તિનું સયાજી હોસ્પિટલમાં મોત થયું છે. અકસ્માત સર્જી બોલેરો ચાલક ફરાર થઈ ગયો હતો. લગ્ન પ્રસંગ માટે 3 મિત્રો ક્વાંટ ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. મૃતક પોલીસકર્મી મુકેશ સનાભાઇ રાઠવા કપુરાઇ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ મૂળ તુરખેડા જિલ્લો છોટાઉદેપુરના રહેવાસી હતા.
અકસ્માતમાં બે મિત્રો સુરેશ નેરસિંગ રાઠવા તેમજ હરેશ રામસિંગ રાઠવાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થઈ ગયું હતુ. જ્યારે મુકેશ રાઠવાને સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, પણ સારવાર મળે તે પહેલા તેમનું મોત થયું હતું.
મૃતક સુરેશ રાઠવા અને હરેશ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના કનલવા ગામના રહેવાસી છે. આ બંને મિત્રોએ પીએસઆઇની પરીક્ષા આપી હોવાની વિગત મળી રહી છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનથી રેસ્ટોરન્ટમાં પનીરની વાનગીઓ માટે વધુ બિલ ચૂકવવા ગ્રાહકો તૈયાર રહે
May 01, 2025 03:53 PMતને રાજકોટમાં રહેવા નથી દેવી, ઘોબા ઉપાડી લેવા છે, રેલનગરમાં પતિએ પત્નીને છરી ઝીંકી
May 01, 2025 03:46 PMમહાપાલિકાની સભામાં ધાર્મિક દબાણના મામલ ગરમાવો
May 01, 2025 03:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech