આજે નવા વર્ષનો પ્રથમ દિવસે જ ભયંકર અકસ્માતમાં 3 લોકોને કાળ ભેટી ગયો હતો. બનાસકાંઠાના સુઇગામ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 10થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. રાજસ્થાનથી ખાનગી બસ રાજકોટ તરફ આવી રહી હતી.
બસનો કચ્ચરઘાણ વળી ગયો
પ્રાપ્ત માહિતી મુજબ બનાસકાંઠાના સુઇગામ નજીક મોડીરાત્રે ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં રોંગ સાઇડ તરફથી આવી રહેલા ટેન્કર ચાલકે બસને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો. રાજસ્થાન તરફથી મુસાફરોને ભરીને રાજકોટ તરફ જતી ખાનગી બસને સુઇગામમાં ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ
બસ અને ટેન્કર છૂટા પાડવા 3 ક્રેઇનની મદદ લેવી પડી
આ અકસ્માતમાં ખાનગી બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, બસ પડીકુ વળી જતા અંદર બેઠેલા મુસાફરોની મરણચીંસોથી રસ્તો ગુંજી ઉઠ્યો હતો. બસ અને ટેન્કરને અલગ કરવા માટે 3 ક્રેઇનની મદદ લેવી પડી હતી. આ અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોની ડેડબોડીને પોસ્ટ મોર્ટમ માટે ખસેડાઈ
અકસ્માતના બનાવની જાણ થતાં વાવ-થરાદ અને ભાભર-સુઇગામની પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતકોની ડેડબોડીને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવી છે. પોલીસ મૃતકોની ઓળખવિધિની કાર્યવાહી કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech