રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા દ્વારા "જ્યોતિ સેલ્સ એજન્સી" સ્થળ: 2-ઉદયનગર મવડી મે. રોડ ખાતેથી "વિમલ ગુટખા (કેસર યુક્ત) પેક્ડ" નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા આપયેલા રિપોર્ટમાં નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત "મેગ્નેશિયમ કોર્બોનેટ" તથા "તમાકુ/નોકોટિન" ની હાજરી મળી આવી હતી. આથી નમૂનો "અનસેફ ફૂડ" જાહેર કરવામાં આવેલ છે. જેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 અને તે હેઠળના નિયમાનુસાર કાર્યવાહી કરી નામદાર મ્યુનિસિપલ કોર્ટ, રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ કેસ ચાલી જતાં નામદાર જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ -મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા નામદાર મેજીસ્ટ્રેટ કલાસ કમલેશકુમાર આર. ગાગનાણી સાહેબે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006ની કલમ-59 તથા કલમ-58 હેઠળ તકસીરવાન ઠરાવી (1)સુરેશભાઈ ઠાકરશી વેકરીયા (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર- પેઢીના ભાગીદાર) (2) રાજેશભાઇ ઠાકરશીભાઇ વેકરીયા (પેઢીના ભાગીદાર) એ દરેકને 5 વર્ષની સખત કેસની સજા અને પ્રત્યેકને રૂ.3,00,000 (ત્રણ લાખ)નો દંડનો હુકમ, (3) જયોતિ સેલ્સ એજન્સી (ફૂડ બિઝનેશ ઓપરેટર પેઢી)ને રૂ.3,00,000 (ત્રણ લાખ)નો દંડનો હુકમ અને જો દંડ ન ભરવામાં આવે તો દરેકને વધુ 6-માસની કેદની સજાનો હૂકમ કરેલ છે.
દિપક રાવત (મેનેજર-પ્રોડકશન એન્ડ માર્કેટીંગ-વિષ્ણુ પાઉચ પેકેજિંગ પ્રા.લી.ને 5 વર્ષની સખત કેસની સજા અને રૂ.3,50,000 (ત્રણ લાખ પચાસ હજાર) નો દંડ તથા (5) વિષ્ણુ પાઉચ પેકેજીંગ પ્રા.લી. (ઉત્પાદક પેઢી)ને રૂ.3,50,000નો દંડનો હુકમ અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ 6-માસની કેદની સજાનો હૂકમ કરેલ છે. આમ, સદર કેસમાં કુલ મળીને રૂ.16,00,000 (અંકે રૂપિયા 16 લાખ પૂરા) દંડ તથા જેલની સજા કરવામાં આવેલ છે. સદર કેસમાં રા.મ.ન.પા. વતી પેનલ એડવોકેટ ડી. આર. રાવલ નિયુક્ત કરવામાં આવેલ.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર એચ.જી. મોલીયા દ્વારા "ભાભા એજન્સી" સ્થળ: દુકાન નં.5-6, ડી.એચ. ચેબર, ભારત પેટ્રોલ પંપની બાજુમાં, કુવાડવા રોડ, ખાતેથી RMD ગુટખા (120 ગ્રા.પેક્ડ)નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા આપયેલા રિપોર્ટમાં સદરહુ નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત "ટેસ્ટ ફોર ટોબેકો એન્ડ નિકોટિન" ની હાજરી મળી આવતા નમૂનો "અનસેફ ફૂડ" જાહેર કરવામાં આવ્યો હતો.
જેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અને તે હેઠળના નિયમાનુસાર કાર્યવાહી કરી નામદાર જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ -મ્યુનિસિપલ કોર્ટ રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફ્ટી ઓફિસર એચ.જી.મોલીયા દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સદરહુ કેસ ચાલી જતાં નામદાર મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા નામદાર મેજિસ્ટ્રેટ કમલેશકુમાર આર. ગાગનાણી સાહેબે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006ની કલમ-59 તથા કલમ-58 હેઠળ તકસીરવાન ઠરાવી (1)અનિલ મહેન્દ્રભાઈ પટેલ (ઉત્પાદક પેઢી- મે.ધારીવાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના નોમિની)ને 5 વર્ષની સખત કેદની સજા તથા કુલ રૂ.3,50,000નો દંડનો હુકમ તેમજ (2)મે.ધારીવાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ઉત્પાદક પેઢી)ને કુલ રૂ.3,50,000નો દંડ મળીને આ કેસમાં કુલ રૂ.7,00,000 દંડની સજા કરવામાં આવેલ છે. અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ 2 માસની કેદની સજાનો હૂકમ કરેલ છે. સદર કેસમાં રા.મ.ન.પા. વતી પેનલ એડવોકેટ જે. એન. શાહ નિયુક્ત કરવામાં આવેલ.