રાજસ્થાનના કોટા શહેરમાં શનિવારે રાત્રે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. શહેરના વ્યસ્ત ગણાતા તલવંડી વિસ્તારમાં આવેલી એક ત્રણ માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર એક રેસ્ટોરન્ટ કાર્યરત હતું, જેમાં દુર્ઘટના સમયે અનેક ગ્રાહકો અને કર્મચારીઓ હાજર હતા. કાટમાળ નીચે ૧૨ થી ૧૫ લોકો દટાયા હોવાની આશંકા વચ્ચે વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
7ને બહાર કાઢવામાં આવ્યા
દુર્ઘટના રાત્રે અંદાજે ૯ વાગ્યે બની હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર રેસ્ટોરન્ટમાં તે સમયે જમવા આવેલા ગ્રાહકો અને અંદાજે ૧૨ થી ૧૫ જેટલા કર્મચારીઓ હાજર હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ અને એસડીઆરએફ (SDRF) ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અત્યાર સુધીમાં કાટમાળ નીચેથી 7 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બચાવ કામગીરીમાં કોઈ અવરોધ ન આવે અને શોર્ટ સર્કિટ જેવી ઘટના ન બને તે માટે આખા વિસ્તારની વીજળી કાપી નાખવામાં આવી છે.
પ્રત્યક્ષદર્શીઓનો અનુભવ
ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર ઈમારત પડતા પહેલા કોઈ મોટો ધડાકો થયો હોય તેવો અવાજ આવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, "રાત્રે ૯ વાગ્યાની આસપાસ અચાનક ફટાકડા ફૂટતા હોય તેવો અવાજ સંભળાયો અને જોતજોતામાં આખી બિલ્ડિંગ નીચે પડી ગઈ. અંદરથી લોકોના બચાવો-બચાવોના અવાજો આવી રહ્યા હતા."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application