દેશની સરકારી બેંકોના કર્મચારીઓએ પાંચ દિવસનું અઠવાડીયું કામ કરીશુ તેવી માંગ કરી હતી અને તેની માંગ સ્વીકારાઇ પણ હતી પરંતુ તેનો અમલ ન થતા હાલારના ૩૫૦૦ કર્મચારીઓ ગઇકાલે હડતાળ ઉતર્યા હતા જેનાથી આશરે રૂ.૨૦૦કરોડનું કલ્યિરીંગ ઠપ્પ થઇ ગયુ હતુ.
જાણવા મળતી માહિતી મુજબ સરકારી બેંકોના આઠ લાખ જેટલા કર્મચારીઓ અને હાલારનતા ૩૫૦૦ જેટલા કર્મચારીઓએ ગઇકાલે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા અપાયેલા આદેશ મુજબ કર્મચારીઓએ હડતાલ પાળી હતી અગાઉ આઇબીએ સાથે થયેલી બેઠકમાં પાંચ દિવસનું અઠવાડીયું કરવાની માંગ સ્વીકારવામાં આવી હતી.
જામનગર બ્રાસ સીટી તરીકે જાણીતું છે અને લાખો રૂપિયાના વ્યવહારો ચેકથી થાય છે જયારે શનિ-રવિ રજા અને સોમવારે તા.૨૬ જાન્યુઆરીની રજા એમ ૩ દિવસ બેંક બંધ હતી તા.૨૭ના રોજ બેંક કર્મચારીની હડતાલ થતા કરોડો રૂપિયાના ચેક સલવાઇ ગયા હતા અને કલ્યિરીંગ થયુ ન હતુ જેનાથી વેપારીઓને નુકશાન થયુ હતુ.