પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ વંડા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, મેકડા જવાના રોડે સુરવા નદીના પટમા કેટલાક શખસો ગોળ કુંડાળું વળી તીનપતીનો જુગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી વિક્રમ મધુભાઇ વિંછીયા, તુષાર પ્રવિણભાઇ ચાવડા, વિરલ નલીનભાઇ સેજપાલ, હરેશ મધુભાઇ વિંછીયા, જીલુ બાભભાઇ ખુમાણ, સત્યજીત વિજયભાઇ મૈત્રા, સહદેવ ખોડાભાઇ હાવળીયા (તમામ રહે.વંડા તા.સાવરકુંડલા)ને ઝડપી લઇ રોકડ 18,150 કબજે કરી કાર્યવાહી કરી હતી.
વંડા પોલીસે બીજા દરોડામાં વંડા ગામે દેવીપુજક વાસ પાસે આવેલ જાહેર પડતર જગ્યામાં જુગાર રમતા રાજુ નરશીભાઇ પરમાર, ભાવેશ શામજીભાઇ વાઘેલા, કરશન જીણાભાઇ વાઘેલા, હનુ જમાભાઇ પરમાર, વશરામ દુલાભાઇ પરમાર, ભાવેશ મોહનભાઇ પરમાર (તમામ રહે.વંડા તા.સાવરકુંડલા)ને ઝડપી લઇ રોકડ 11,300ની મત્તા કબ્જે કરી હતી.
રાજુલાના ખેરાળી ગામેથી છ ઝડપાયા
રાજુલા પોલીસે નાની ખેરાળી ગામે અવેડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા માધા દેવાયતભાઇ જીંજાળા, માલા વિરાભાઇ કાછડ, સુનીલ હરેશભાઇ કાછડ,હરેશ નાથાભાઇ કાછડ, ઘનશ્યામ બાલુભાઇ જીંજાળા, જેરામ દુલાભાઇ કાછડ (તમામ રહે.નાની ખેરાળી)ને ઝડપી લઈ રોકડ ૧૭,૦૪૦ની મત્તા કબ્જે કરી રાજુલા પોલીસે ગુનો નોંધ્યો છે.
ચલાલા પોલીસના બે દરોડા આઠ પકડાયા
ચલાલા પોલીસે ઝર ગામે પાણીના ટાંકા પાસેથી તીનપતિનો જુગાર રમતા સુરેશ અરજણભાઇ મકવાણા, રમેશ બધાભાઇ ચાવડા, ચતુર ભીખાભાઇ કુવારદા, હરેશ રામજીભાઇ રાણાવાડીયા (ચારેય રહે.ઝર, તા.ધારી)ને રોકડ 10,230ની સાથે ઝડપી લીધા હતા. બીજા દરોડામાં સીટી વિસ્તારમાં હુડકો-૨ હુસેનીચોક પાસેની શેરીમાં જુગાર રમતા શાહનવાઝ વજીરભાઇ બ્લોચ, અરવિંદ બાલાભાઇ કણસાગરા, વજીર મહમદહુસેનભાઇ ઉર્ફે છોટુભાઇ બ્લોચ, હરેશ ઉર્ફે હરિ જીણાભાઇ વાઘેલા (ચારેય રહે.ચલાલા હુડકો-૨)ને ઝડપી લઇ રોકડ ૭૨૬૦ની મત્તા કબ્જે કરી હતી.
અમરેલી સીટી વિસ્તારમાંથી પત્તા રમતા છ શખ્સો ઝબ્બે
અમરેલીમાં હનુમાનપરા જી.આઇ.ડી.સી.શીતલ આઇસક્રીમ ફેક્ટરીની બાજુમા જાહેર રોડ ઉપર તીનપતીના રમતા ચંદુ બચુભાઇ મકવાણા, નિલેશ નાનજીભાઇ મેહુડા, રાજુ માનસીંગભાઇ ડામોર, બાબુ માસીંગભાઇ ડામોર, દિનેશ બહાદુરભાઇ દેવકા, દિનેશ રાજુભાઇ રાફુસા (તમામ રહે.અમરેલી હનુમાનપરા)ને ઝડપી લઈ રોકડ 12,700ની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
ખાંભાના ઉમેરીયા ગામે ત્રણ ઝડપાયા: ત્રણ ફરાર
ખાંભા પોલીસે ઉમેરીયા ગામની સીમમાં પત્તા ટીચતાં ભરત બાલાભાઇ ભમ્મર, પ્રતાપ જેઠુરભાઇ ભમ્મર (બન્ને રહે.ઉમરીયા)ને ઝડપી લઇ અમન (રહે.ખાંભા)ને ઝડપી પાડી રોકડ 11,720ની મત્તા કબ્જે કરી હતી. જયારે જીગો, જયદીપ મકવાણા, કનુ ધાધલ (ત્રણેય રહે.ખાંભા) દરોડા દરમિયાન નાસી જતા તમામ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
નાગેશ્રી પોલીસે ત્રણ શખ્સોને ઝડપ્યા
નાગેશ્રી પાદર વિસ્તાર જાહેરમાં જુગાર રમી પૈસાની હારજીત કરતા કાના ભીખાભાઈ કવાડ, કમલેશ મેહુરભાઈ ડોડીયા, લાલજી બાબુભાઈ કવાડ, (ત્રણેય રહે.નાગેશ્રી)ને ઝડપી પાડી રોકડ 4700ની મતા કબ્જે કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમશ્કરી... હાલારની ર૯૯ સરકારી શાળાને સાધનો, ખર્ચ માટે રૂ. ૫૦૦૦ ની ગ્રાન્ટ !
June 17, 2025 12:19 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર: વાતાવરણમાં ઠંડક પ્રસરી
June 17, 2025 12:10 PMજામનગર : વરસાદી વાતાવરણ વચ્ચે તાપમાન ૩૬.૫ ડીગ્રી : વાદળો છવાયા
June 17, 2025 12:03 PMજામનગર શહેરમાં ફરી મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવની કામગીરી
June 17, 2025 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech