પશ્ચિમ રેલવે દ્વારા કોઈપણ કારણ આપ્યા વિના ભાવનગર ડિવિઝન હેઠળ છુકછુક ગાડીના જમાનાની હેરિટેજ ટ્રેન તરીકે જાણીતી મીટર ગેજ (MG) સેક્શનની જુનાગઢ- દેલવાડા- જુનાગઢ અને જુનાગઢ- વેરાવળ- જુનાગઢ એમ જતી આવતી ચાર ટ્રેનો તા. ૧૯ જાન્યુઆરીથી બંધ કરીને આ ટ્રેનોના અન્ય ટ્રેનોના સમયમાં ફેરફાર કરીને કનેક્શન આપવામાં આવ્યા છે. જેમાં વર્ષોથી ચાલતી ટ્રેન નંબર 52951/ 52952 જુનાગઢ– દેલવાડા– જુનાગઢ તેમજ ટ્રેન નંબર 52929/ 52930 જુનાગઢ– વેરાવળ– જુનાગઢ જાવન આવન કરતી બંને અપ ડાઉન ટ્રેનો બંધ કરવામાં આવી રહી છે. તેમાં મુસાફરોની સુવિધાનો દાવો આગળ કરીને, ટ્રેન નંબર 52951/ 52952 (જુનાગઢ– દેલવાડા– જુનાગઢ) રદ થવાને કારણે જેતલસરથી દેલવાડા જતા મુસાફરો માટે તલાલા સ્ટેશન પર અધિકૃત કનેક્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંતર્ગત ટ્રેન નંબર 52949/ 52950 (વેરાવળ– દેલવાડા– વેરાવળ) સાથે ટ્રેન નંબર 52946/ 52933 (જુનાગઢ– વેરાવળ– જુનાગઢ)નું અધિકૃત જોડાણ આપવામાં આવ્યું છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યા અનુસાર તારીખ 19 જાન્યુ.થી શરૂ થનારા સુધારા મુજબ :- 1. ટ્રેન નંબર 52949 વેરાવળ– દેલવાડા મીટર ગેજ ટ્રેનનો, વેરાવળ સ્ટેશન પરથી પ્રસ્થાન સમય સવારે 08:50 વાગ્યે અને દેલવાડા સ્ટેશન પર આગમન સમય 12:30 વાગ્યે રહેશે.
2. ટ્રેન નંબર 52946 જુનાગઢ– વેરાવળ મીટર ગેજ ટ્રેન જુનાગઢ સ્ટેશન પરથી પ્રસ્થાન સમય સવારે 06:15 વાગ્યે અને વેરાવળ સ્ટેશન પર આગમન સમય સવારે 10:40 વાગ્યે રહેશે.
૩. ટ્રેન નંબર 52955 વેરાવળ– જુનાગઢ મીટર ગેજ ટ્રેન વેરાવળ સ્ટેશન પરથી પ્રસ્થાન સમય સવારે 06:15 વાગ્યે અને જુનાગઢ સ્ટેશન પર આગમન સમય સવારે 10:20 વાગ્યે રહેશે.
4. ટ્રેન નંબર 52933 વેરાવળ– જુનાગઢ મીટર ગેજ વેરાવળ સ્ટેશન પરથી પ્રસ્થાન સમય બપોરે 14:45 વાગ્યે અને જુનાગઢ સ્ટેશન પર આગમન સમય સાંજે 18:55 વાગ્યે રહેશે.
5. ટ્રેન નંબર 52956 જુનાગઢ– વેરાવળ મીટર ગેજ ટ્રેન જુનાગઢ સ્ટેશન પરથી પ્રસ્થાન સમય સવારે 08:00 વાગ્યે અને વેરાવળ સ્ટેશન પર આગમન સમય બપોરે 12:10 વાગ્યે રહેશે.
6. ટ્રેન નંબર 52950 દેલવાડા– વેરાવળ મીટર ગેજ ટ્રેન દેલવાડા સ્ટેશન પરથી પ્રસ્થાન સમય બપોરે 13:00 વાગ્યે અને વેરાવળ સ્ટેશન પર આગમન સમય સાંજે 16:35 વાગ્યે રહેશે.
ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર દિનેશ વર્માએ જણાવ્યું હતું કે સુધારેલ સમયસૂચીનું વિગતવાર વર્ણન સંબંધિત સ્ટેશનો પર પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે.