BREAKING NEWS

જામનગર નજીક યુવાનના અપહરણ પ્રકરણમાં વધુ ૪ આરોપીની અટકાયત

  • December 25, 2025 06:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર નજીક ઠેબા ચોકડી પાસેથી આજથી એક સપ્તાહ પહેલા પાંચ શખ્સો દ્વારા એક યુવાનનું અપહરણ કરાયું હતું, અને તેને માર મારવામાં આવ્યો હતો. જે પ્રકરણમાં પોલીસે અગાઉ એક આરોપીની અટકાયત કરી હતી, જે પ્રકરણ ના અન્ય ચાર ફરારી આરોપીઓની પણ અટકાયત કરી લેવાઈ છે. જ્યારે ઇકો કાર પણ કબજે કરી લીધી છે.દરમ્યાનમાં રી-ક્ધટ્રકશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


જામનગર નજીક સુરેશભાઇ ટોયટા નામના ભરવાડ યુવાન નું એક સપ્તાહ પહેલા અપહરણ કરાયું હતું, અને પિયુષ ભીમભાઈ ચિરોડી્યા નામના શખ્સ તેમજ અન્ય ૪ સાગરિતો ને સાથે રાખી ને અપહરણ કરી ગયા હતા, અને તેને માર મારવામાં આવ્યો હતો.


 જે અંગે પંચકોષી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી સુરેશભાઈના સંબંધી દ્વારા આરોપીની બહેનનું પ્રેમ લગ્નના મામલે સાથે લઈ ગયો છે, જેનો ખાર રાખીને ફરીયાદીને તમામ આરોપીઓ ઉઠાવી ગયા હતા, અને માર માર્યો હતો અને ત્યારબાદ તમામ આરોપીઓ નાસ્તા ફરતા રહ્યા હતા. દરમિયાન તાજેતરમાં  પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે પાંચ આરોપીઓ પૈકીના એક આરોપી નંદીપ ચિરોડીયાની અટકાયત કરી લીધી હતી.


 જેની પૂછપરછ ના આધારે પંચકોષી એ. ડિવિઝનના પી.આઇ. એન. એમ. શેખ અને તેઓની ટીમ દ્વારા તપાસનો દોર આગળ ધપાવી અન્ય બાકીના ચાર આરોપીઓ મુકેશ નરશીભાઈ ચિરોડિયા, પિયુષ ભીમભાઇ ચીરોડીયા, જયેશ રામભાઈ ચીરોડિયા, અને રાજુભાઈ ચીરોડીયાની પણ અટકાયત કરી લીધી છે, ઉપરાંત આ પ્રકરણમાં ઘટનાનુ રી-ક્ધટ્રકશન કરાયુ હતુ તેમજ  ઉપયોગમાં લેવાયેલી ઇકો કાર પણ કબજે કરી લેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application