BREAKING NEWS

દિવાળી મિનિ વેકેશનમાં ૪.૬૪ લાખ ભકતોએ સોમનાથ દાદાને શીશ નમાવ્યા

  • October 27, 2025 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવાળી પર્વના મિની વેકેશન દરમ્યાન વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવના ધામમાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડુ હોય તેવો નજારો જોવા મળ્યો હતો. તો મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ ગત તા.૧૭ થી ૨૫ ઓકટોબર દરમ્યાન આઠ દિવસમાં કુલ ૪,૬૩,૮૨૦ લાખ ભાવિકોએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યુ હતુ. યાત્રાધામમાં યાં જુઓ ત્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હરતા ફરતા જોવા મળતા હતા.


મિની વેકેશનને લઈ યાત્રાધામ સોમનાથમાં ઉમટેલા પ્રવાસીઓના ભારે ધસારાને કારણે સોમનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત ત્રણ સહિત જોડીયા શહેરમાં કાર્યરત ૩૦૦ જેટલા ગેસ્ટહાઉસ, હોટેલ હાઉસફુલ થઈ ગયા હતા. જેમાં નવા વર્ષના દિવસથી ત્રણ દિવસ સુધી યાત્રાધામમાં પ્રવાસીઓને મો ન મળી રહ્યા હોવાથી ફરજીયાત હોમ સ્ટે જેવા વિકલ્પોનો સહારો લઈ રાત્રી ગુજારવી પડી હતી. તો સોમનાથ મંદિરના દ્રાર વ્હેલી સવારે ૬ વાગ્યે ખુલ્યા બાદ રાત્રીના દસ વાગ્યે બધં થાય ત્યાં સુધી અવિરત પ્રવાસીઓ દર્શનાર્થે સતત ઉમટી રહ્યા હતા.જેના કારણે ટ્રસ્ટના બે હજાર વાહનોની ક્ષમતા ધરાવતા વિશાળ પાકિગ સ્થળો પણ પેક થઈ ગયા હતા.


જેથી નજીકના વેણેશ્વર અને સદભાવના ગ્રાઉન્ડ ખાતે વધારાના પાકિગની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રવાસીઓને મંદિરમાં દર્શન દરમ્યાન કોઈ અગવડતા ન પડે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્રારા સુચા વ્યવસ્થા ગોઠવી હતી. જેને લઈ મિની વેકેશનના આઠ દિવસમાં સાડા ચાર લાખ પ્રવાસીઓએ મહાદેવના દર્શન કર્યા હતા. જેના પગલે યાત્રાધામમાં રોજે રોટી રડતા રીક્ષા ચાલકો થી લઈને ખાણીપીણી, રમકડા, કપડા સહિતની વસ્તુઓનું વેચાણ કરતા નાના મોટા વેપારીઓ, પાથરણા વાળાઓની દિવાળી સુધરી ગઈ હોય તેવી રોનક જોવા મળી હતી.  પ્રથમ યોતિલિગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વિક્રમ સંવત ૨૦૮૨ ના પ્રથમ દિવસે ભકતોનો અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટો હતો. નવા વર્ષના મંગલ પ્રારંભે સોમનાથ મહાદેવના દર્શન અને પ્રાત: આરતીનો લાભ લેવા દેશ– વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી શિવજીને શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. આ શુભ દિવસે ભકતોએ વ્યકિતગત સુખ–સમૃદ્ધિ ઉપરાંત સમગ્ર વિશ્વના કલ્યાણ અને સુખ માટે પ્રાર્થના કરી હતી. વર્ષના પ્રથમ શૃંગાર અને પ્રાત: આરતીના દિવ્ય દર્શન કરીને શ્રદ્ધાળુઓએ આવનાં વર્ષ શાંતિ, પ્રગતિ, સુખાકારી અને નિરામય આયુષ્ય લઈને આવે તેવી કામના કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application