રાજકોટ મહાપાલિકાના ભાજપના ૧૮ વોર્ડના કુલ ૭૨ ઉમેદવારોમાંથી ૪૦ ઉમેદવારો કોલેજનું પગથિયું ચડ્યા નથી તેવું સામે આવ્યા બાદ કોંગ્રેસના ૭૨ ઉમેદવારોમાંથી પણ ૪૦ ઉમેદવારોએ કોલેજ કેવી હોય તે જોઇ નહીં હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સ્પર્ધા રહેતી હોય છે, અન્ય કોઇ રાજકીય પક્ષના ઉમેદવારો ક્યારેય વિજેતા બનતા નથી. જો કે આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાઇ રહ્યો છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસની જેમ આમ આદમી પાર્ટીએ કોઇ પણ કારણોસર તેના ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જાહેર જનતા સમક્ષ જાહેર કરી નથી. રાજકોટના ૧૮ વોર્ડના કોંગ્રેસના ૭૨ ઉમેદવારના શૈક્ષણિક અભ્યાસની વિગતો નીચે મુજબ છે.
વોર્ડ નં.૧
જલ્પાબેન ગોહેલ (ધો.૮), સોનિયાબેન રાવલ (એલએલબી), હિતેન્દ્રસિંહ ચુડાસમા (ધો.૧૧), રમેશભાઇ જુંજા (ધો.૯)
વોર્ડ નં.૨
ગીતાબેન પરમાર (ધો.૧૦), નયનાબા જાડેજા (એમ.એસસી), સલીમભાઇ કારિયાણીયા (ધો.૯), ભાવેશભાઇ વાઘેલા (ધો.૧૦)
વોર્ડ નં.૩
આરતીબેન આસવાણી (ધો.૧૨), ગાયત્રીબા વાઘેલા (બી.એ,એલએલબી), દિનેશભાઇ મકવાણા (બી.એ,એલએલબી), અતુલભાઇ રાજાણી (ધો.૧૦)
વોર્ડ નં.૪
શીતલબેન પરમાર (ધો.૯), કલ્પનાબેન ગૌસ્વામી (ધો.૧૦), ઠાકરશીભાઇ ગજેરા (ધો.૧૦), દિપકભાઈ મકવાણા (એલએલબી)
વોર્ડ નં.૫
મનિષાબેન મૂંગલપરા (ધો.૧૨), હંસાબેન સોનારા (ધો.૧૦), રૈયાભાઇ બાંભવા (ધો.૮), જીતેન્દ્રભાઇ રૈયાણી (ધો.૧૧)
વોર્ડ નં.૬
દક્ષાબેન મકવાણા (ધો.૪), દેવુબેન જાદવ (ધો.૮), શૈલેષભાઇ સાકરિયા (ધો.૭), ઉમેશભાઈ ખાંભલીયા (બી.એ.)
વોર્ડ નં.૭
હંસાબેન ગુજરીયા (ધો.૮), રચનાબેન જોષી (ધો.૧૨), રણજીતભાઇ પરમાર (ગ્રેજ્યુએટ), જીગ્નેશભાઇ વાગડીયા (ધો.૯)
વોર્ડ નં.૮
જૈન પ્રીતિબેન દેસાઇ (ગ્રેજ્યુએટ), પુષ્પાબેન કટારીયા (ધો.૮), રણજીતભાઇ મુંધવા (બીએસડબ્લ્યુ), કડવા પાટીદાર મેહુલભાઇ મકવાણા (બીસીએ)
વોર્ડ નં.૯
દીપુબેન રવિયા (ધો.૧૦), યોગીતાબેન વાડોલીયા (ગ્રેજ્યુએટ), જલ્પેશભાઇ વાઘેલા (બી.ટેક), ગીરીશકુમાર ઘરસંડીયા (બી.એડ)
વોર્ડ નં.૧૦
આર.જે.આભા દેસાઇ (એમબીએ), ભાર્ગવીબા ગોહિલ (ગ્રેજ્યુએટ), ભાવેશભાઇ ચૌહાણ (ધો.૧૦), પ્રો.ડો.રતિલાલ ડોબરીયા (પીએચડી)
વોર્ડ નં.૧૧
અસ્મિતાબેન ઉમરેટિયા (ધો.૧૦), શોભનાબેન પરમાર (ગ્રેજ્યુએટ), મથુરભાઈ માલવી (ધો.૬), કેતનભાઇ તાળા (ધો.૮)
વોર્ડ નં.૧૨
ડો.કોમલબેન પટેલ (પી.એચડી), ઉર્વશીબા જાડેજા (એમ.એ.), કમલેશભાઇ કોઠીવાર (એલએલબી), સંજયભાઈ અજુડિયા ( એફ. વાય. બીઆરએસ)
વોર્ડ નં.૧૩
હેમાંગીબેન ગોંડલીયા (એમ.એસસી), શાંતાબેન મકવાણા ( એમ.એ, બી.એડ), સુનિલભાઈ ચાવડીયા (ધો.૯), સૂર્યકાંત કણસાગરા (ધો.૧૨, આઇટીઆઇ)
વોર્ડ નં.૧૪
મંજુલાબેન દાવડા (ધો.૧૦), સરીયુબેન શિયાણી (બી.કોમ), અનિશભાઈ જોષી (બી.કોમ, એલએલબી), પ્રીતેશભાઈ ચાવડીયા (ધો.૧૨)
વોર્ડ નં.૧૫
મનિષાબેન રોજાસરા (ધો.૮), સુધાબા વાઘેલા (ધો.૯), મકબુલભાઇ દાઉદાણી (ધો.૧૦), વશરામભાઇ સાગઠીયા (બીકોમ,એલએલબી)
વોર્ડ નં.૧૬
રસીલાબેન ગરૈયા (ધો.૮), દિપ્તીબેન સોલંકી (એમ.એ.), અર્જુનભાઈ ચૌહાણ ( બી.ટેક), ઇબ્રાહીમભાઇ સોરા (બી.એ.)
વોર્ડ નં.૧૭
ગાયત્રીબેન ભટ્ટ ( ધો.૮), યોગિતાબા જાડેજા (ધો.૧૦), શૈલેન્દ્રભાઇ ટાંક (ધો.૧૨), શૈલેષભાઈ રૂપાપરા (ધો.૧૨)
વોર્ડ નં.૧૮
આહિર ભાનુબેન મારૂ (ધો.૧૦), પટેલ માનસીબેન બુટાણી (બી.કોમ), રવિ કુમાર જીતીયા (બી.એ.),નીતિનભાઇ ભંડેરી (ધો.૧૨)