BREAKING NEWS

40 વર્ષની પત્નીએ 60 વર્ષના પતિને જીવતો સળગાવ્યો, રૂપિયા ન આપતા કરી હત્યા, ભુજની ઘટનાથી ચકચાર

  • October 13, 2025 09:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભુજમાં પતિ-પત્નીના સંબંધને લાંછન લગાડતી એક ઘટના સામે આવી છે. રૂપિયા માટે 40 વર્ષની પત્નીએ 60 વર્ષના પતિને જીવતો સળગાવી નાખતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આગ બૂઝાવી હતી. બાદમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતો. જો કે, સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે.  

મળતી માહિતી મુજબ, ભુજના સામત્રામાં વૃદ્ધ પતિને પત્નીએ જીવતો સળગાવ્યો હોવાની ઘટના સામે આવી છે, દોઢ વર્ષ અગાઉ મહિલા સાથે વૃદ્ધે લગ્ન કર્યા હતા અને રૂપિયા ન આપતા કેરોસીન છાંટીને સળગાવી દીધો હોવાની ઘટના સામે આવી છે, સમગ્ર ઘટનામાં દાઝેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું છે અને માનકુવા પોલીસે આરોપી પત્નીની કરી અટકાયત, તો પત્ની કેરોસીન કયાંથી લાવી તે એક મોટો સવાલ છે, શું પત્નીનો પહેલેથી પ્લાન હતો કે પતિને સળગાવી દેવો એટલે કેરોસીન લાવી હતી ?


દોઢ વર્ષ અગાઉ મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતા

મૃતકના આ બીજા લગ્ન હતા અને તેને લઈ પણ પોલીસે તપાસ હાથ ધરી છે, પોલીસને શંકા છે કે આરોપી પત્ની રૂપિયા માટે આ ખેલ કરતી હશે અને તેના કારણે પતિને જીવતો સળગાવી દીધો હશે, વૃદ્ધની ઉંમર તો હતી, ત્યારે આ કેસમાં વૃદ્ધના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, પત્નીની અટકાયત માનકુવા પોલીસે કરી છે અને સમગ્ર તપાસમાં પોલીસે ધમધમાટ શરૂ કર્યો છે, આ કેસમાં શું સત્ય આવે છે અને પત્ની શું ખુલાસા કરે છે તે જોવાનું રહ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News