ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 71,500થી વધુ કેન્સરના નવા કેન્સર કેસ નોંધાઈ રહ્યા છે. હવે બાળકોમાં પણ કેન્સરના કેસનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યમાં દર વર્ષે સરેરાશ 3600થી વધુ બાળકો કેન્સરની ઝપેટમાં આવે છે. જેમાં 46 ટકા બાળકોને કેન્સરની સારવાર મળતી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા દર વર્ષે 15 ફેબ્રુઆરીની ઉજવણી ‘ઈન્ટરનેશનલ ચાઇલ્ડ કેન્સર ડે' તરીકે કરવામાં આવે છે. ભારતમાં દર વર્ષે સરેરાશ 76,800થી વધુ બાળકોમાં કેન્સરના નવા કેસ નોંધાય છે.
મુખ્યત્વે બ્લડ, બ્રેઇન ટ્યુમર, લ્યુકેમિયા, લિમ્ફોમા કેન્સર
આઈસીએમઆર દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર 19 વર્ષની ઉંમર સુધીમાં કેન્સરના જે કેસ નોંધાયા છે, તેમાં 60 ટકા જેટલા બાળકો અને 40 ટકા બાળકીઓનો સમાવેશ થાય છે. બાળકોને જે કેન્સર મોટાભાગે જોવા મળે છે તેમાં મુખ્યત્વે બ્લડ, બ્રેઇન ટ્યુમર, લ્યુકેમિયા, લિમ્ફોમા છે.
દરેક માતા-પિતાએ ડોક્ટરની સલાહ લેવી જોઈએ
અલબત્ત, વધુ ચિંતાની વાત એ છે કે, ગુજરાતમાં 46 ટકા બાળકોને કેન્સરની સારવાર મળતી નથી. આ અંગે ડોક્ટરોએ જણાવ્યું કે, મોડું નિદાન, જાગૃતિ-સંસાધનોનો અભાવ, જેવા પરિબળો મહદ્અંશે જવાબદાર છે. પ્રત્યેક માતા-પિતાએ ડોક્ટરની સલાહને આધારે તેમના બાળકોને HPV વેક્સિન અપાવવી જોઈએ. માતા-પિતાએ પોતાના બાળકોમાં નાની વયથી રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત કરવા ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો, ભોજનની નબળી આદતો, પર્યાવરણલક્ષી ફેરફારો જેવા પરિબળથી બાળકના સ્વાસ્થ્ય ઉપર અસર પડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech