અમદાવાદમાં ગુજરાત-હૈદરાબાદ વચ્ચે ટક્કર: હૈદરાબાદે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી, ગુજરાતની ટીમમાં એક બદલાવ

  • May 02, 2025 07:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઈપીએલ 2025ની 51મી રોમાંચક મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ (GT) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ રહી છે. આ મહત્વપૂર્ણ મુકાબલામાં હૈદરાબાદે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.


સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાની પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી, જ્યારે ગુજરાત ટાઇટન્સે પોતાની ટીમમાં એક બદલાવ કર્યો છે. કરીમ જનતના સ્થાને ગેરાલ્ડ કોત્ઝીને આજે તક આપવામાં આવી છે.


આ સિઝનમાં આ બંને ટીમો બીજી વખત સામસામે ટકરાશે. અગાઉ રમાયેલી મેચમાં ગુજરાતે હૈદરાબાદને તેના જ હોમ ગ્રાઉન્ડ પર 7 વિકેટે હરાવ્યું હતું. જો કે, હૈદરાબાદ હજુ સુધી અમદાવાદમાં ગુજરાત સામે એક પણ મેચ જીતવામાં સફળ રહ્યું નથી.


પોઈન્ટ ટેબલની વાત કરીએ તો, ગુજરાત ટાઇટન્સ 9 મેચોમાં 12 પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે અને પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે તેમને હવે માત્ર બે જીતની જરૂર છે. બીજી તરફ, સનરાઇઝર્સ હૈદરાબાદ 9 મેચોમાં માત્ર 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે અને જો તેઓ આજની મેચ હારે છે, તો પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application