દ્વારકામાં મેઘાના આગમને સમુદ્રમાં ૧ર થી ૧પ ફૂટ મોજાં ઉછળ્યા

  • June 17, 2025 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દ્વારકામાં ગઇકાલે વર્ષારાણીના આગમનની સાથે જ દરિયો પણ ફૂલ ફોર્મમાં આવી ગયો હતો અને જાણે વર્ષા રાણીને વધાવવા ૧ર થી ૧પ ફૂટ મોજાં ઉછળ્યા હતા, છેલ્લા ઘણા સમયથી ગરમીથી અકળાયેલા દ્વારકાવાસીઓને વરસાદના આગમનથી ઠંડકભર્યું વાતાવરણ સજાર્યું હતું.


દ્વારકાના ઓખા, બેટ-દ્વારકા, સુરજકરાડી, આરંભડા, ટુંપણી, નાગેશ્ર્વર સહિતના વિસ્તારોમાં રીમઝીમ વરસાદનો પ્રારંભ થયો હતો. દ્વારકામાં બે થી અઢી જેટલો વરસાદ વરસ્યો હતો, દ્વારકાના ગ્રામ્ય પંથકમાં પણ ગઇકાલે સારો એવો વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ થયા હતા.
​​​​​​​

સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સારો એવો વરસાદ થયો છે. જેમાં કલ્યાણપુર ભાણવડ, ખંભાળીયા, સલાયા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો. વરસાદના કારણે મકનપુર ગામ ખાતે આવેલ વાછરાડાડા મંદિરે આજે રાજભા ગઢવીનો લોકડાયરાનો કાર્યક્રમ યોજાનાર હતો, જે ગઇકાલે પડેલ વરસાદના લીધે મુલત્વી રાખવામાં આવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News