મોટી દુર્ઘટના ટળીઃ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી જણાતા રદ કરાઈ, યાત્રીઓના જીવ બચ્યાં, જાણો સમગ્ર વિગત

  • June 17, 2025 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

12 જૂને અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાથી આખો દેશ હચમચી ગયો છે. ત્યારે આજે ફરી અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ખામી જણાતા રદ કરાઈ છે. આથી યાત્રિકોના જીવ બચી ગયા છે. આ ફ્લાઈટ બપોરે 1.10 વાગ્યે ઉડાન ભરવાની હતી. 

મળતી માહિતી મુજબ, એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર એઆઈ 159, જે બોઇંગ 788ની હતી અને બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી લંડન માટે ટેક-ઓફ થવાની હતી, તે ટેકનિકલ ખામીના કારણે રદ કરવામાં આવી છે.


ફ્લાઇટ ટેક-ઓફના માત્ર થોડાક કલાકો પહેલાં જ આ ટેકનિકલ ખામી ધ્યાનમાં આવી હતી. સદનસીબે, સમયસર આ ખામી પકડાઈ જતાં મોટી દુર્ઘટના ટળી છે અને સેંકડો યાત્રીઓનો જીવ બચી ગયો છે. જોકે, આ ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લંડન જવા નીકળેલા અનેક યાત્રીઓ એરપોર્ટ પર જ અટવાઈ પડ્યા હતા.

પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની આ સતત બીજી ફ્લાઇટ છે, જેને રદ કરવી પડી છે. અગાઉ પણ એક ફ્લાઇટમાં ખામી સર્જાતા તેને રદ કરવામાં આવી હતી. એર ઇન્ડિયા દ્વારા યાત્રીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપીને ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ વારંવાર આવી ઘટનાઓ બનવાથી યાત્રીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ફ્લાઈટ નંબર 171નો ઉપયોગ નહિ કરે
ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે નિર્ણય લીધો છે કે, હવે તેઓ ફ્લાઈટ નંબર 171નો ઉપયોગ નહીં કરે અને હવે ફ્લાઈટનો નંબર 159 અપાય છે. આ નિર્ણય તાજેતરમાં અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ લેવામાં આવ્યો છે, જેમાં 241 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


ગત રાત પણ મુંબઈ એરપોર્ટ પર જ એર ઇન્ડિયાની લગભગ 4 ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી બહાર આવી હતી. અનેક પેસેન્જરોએ હોબાળો મચાવી એર ઇન્ડિયાના સ્ટાફ સામે પોતાનો ગુસ્સો ઠાલવ્યો. હજી અમદાવાદ-લંડનની ફ્લાઇટ ક્રેશ થઇને અનેક લોકો મોતને ભેટ્યા એ સમાચાર હજી ભૂલાયા નથી ત્યારે ગત રાત્રે મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બીજી દુર્ઘટના થતા રહી ગઈ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News