દ્વારકામાં ટ્રાફીકનો નિયમ ભંગ કરનાર દંડાયા : ૧૭ વાહન ડિટેઇન

  • June 17, 2025 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકામાં ટ્રાફીકની સમસ્યાના ઉકેલ માટે તેમજ ટ્રાફીકના નિયમનુ ચુસ્તપણે પાલન કરવા ટ્રાફિકની ટીમ સક્રિય બની છે. ભદ્રકાલી ચોક પાસે જીલ્લા ટ્રાફિક પોલીસની ટીમ દ્રારા ટ્રાફીકની ડ્રાઈવમાં ટ્રાફીકના નિયમભંગ કરનારો દંડાયા હતા. જેમા જિલ્લા ટ્રાફિક પોલીસ સર્વેલન્સ સ્ટાફ અને જાંબાજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી. એમ. સોલંકી, એએસઆઈ, કે. એમ. ચાવડા, દેવરાજભાઇ પંડત અને શક્તિસિંહ જાડેજાની સહ૩તની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.


૧૭ વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા. યાત્રાધામ દ્વારકા નગરીમાં ભકતો મોટી સંખ્યામાં આવતા હોય છે. ત્યારે શહેરમાં વાહન પાર્કીંગ તેમજ ટ્રાફીકના નિયમ અંગે ટ્રાફીક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ રાખવામાં આવતી હોય છે.  


દ્વારકામાં ટ્રાફીકની ખાસ ડ્રાઈવ કરીને ટ્રાફીકના નિયમોનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. દેવભુમિ દ્વારકાના જીલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ધાર્મિક નગરી દ્વારકામાં ટ્રાફીક અંગે કડક કાર્યવાહીની સુચના મળતા ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા ટ્રાફીક પોલીસને ટ્રાફીકના નિયમોનુ પાલન કરવા તેમજ નિમયોનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવાની પીઆઈ આકાશ બારસીયાને સુચન કર્યુ હતુ.  

​​​​​​​ટ્રાફિકના પોલીસની ટ્રાફીક ડ્રાઈવ દરમિયાન અનેક વાહન ચાલકો ટ્રાફીકના નિયમ ભંગ કરવા બદલ દંડાયા હતા. જેમાં આડેધડ પાર્કીંગ, નંબર પ્લેટ વિનાના વાહનો, કારમાં કાળા કાચ, ધુમ સ્ટાઈલના બાઈકર્સ ગેંગ સહીતના નિમયો ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. કેટલાક વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application