BREAKING NEWS

ખંભાળીયાના ભીંડા ગામની ૪૬ વર્ષીય મહિલાનું હાર્ટ એટેકથી મોત

  • December 13, 2025 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર અને દ્વારકા જીલ્લામાં છેલ્લા કેટલાય સમયથી નાની વયે હાર્ટના હુમલાના બનાવોનું પ્રમાણ યથાવત રહયુ છે, તાજેતરના બનાવો ઉપરાંત ગઇકાલે ખંભાળીયા તાલકુાના ભીંડા ગામમાં ૪૬ વર્ષીય એક મહીલાને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. 
​​​​​​​

ખંભાળિયા તાલુકાના ભીંડા ગામે રહેતા સવિતાબેન આનંદભાઈ ચાવડા નામના ૪૬ વર્ષના મહિલાને ગઈકાલે શુક્રવારે પોતાના ઘરે હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ આનંદભાઈ હમીરભાઈ ચાવડાએ અહીંની પોલીસને કરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application