છેલ્લા 48 કલાકમાં અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓમાં ઈરાનને ભારે નુકસાન થયું છે. 40 મુખ્ય લશ્કરી કમાન્ડરો સહિત 48 અગ્રણી ઈરાની નેતાઓ માર્યા ગયા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે નવ ઈરાની યુદ્ધ જહાજો ડૂબી ગયા છે અને ઈરાની નૌકાદળના મુખ્યાલયને ભારે નુકસાન થયું છે. ઈરાની સૈન્યનો દાવો છે કે હુમલામાં 560 અમેરિકી સૈનિકોને ઠાર કર્યા છે.
અમેરિકા અને ઇઝરાયલી હુમલા દરમિયાન ઈરાનને માત્ર 48 કલાકમાં નોંધપાત્ર નુકસાન થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે આ હુમલામાં 48 ઈરાની નેતાઓ માર્યા ગયા છે. તેમણે કહ્યું, આ ઝડપથી આગળ વધી રહ્યું છે. કોઈ વિશ્વાસ કરી શકતું નથી કે આપણે કેટલી સફળતા મેળવી છે, એક જ હુમલામાં 48 નેતાઓનો ખાત્મો થયો.
ઈરાની સૈન્યનો દાવો છે કે હુમલામાં 560 અમેરિકી સૈનિકો માર્યા ગયા. કુવૈતમાં યુએસ લશ્કરી ઠેકાણું સંપૂર્ણપણે નાશ પામ્યું. ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીમાં 3 યુએસ અને બ્રિટિશ તેલ ટેન્કરો પર પણ હુમલો કર્યો. યુએસ એરક્રાફ્ટ કેરિયર અબ્રાહમ લિંકનને ચાર મિસાઇલોથી નિશાન બનાવવામાં આવ્યું હતું. પરંતુ યુએસ સેન્ટકોમે ઈરાની હુમલામાં અબ્રાહમ લિંકનને થયેલા નુકસાનનો ઇનકાર કર્યો, કહ્યું કે ઈરાની મિસાઇલો કાફલાની નજીક આવી જ ન હતી. ઈરાની સેના પ્રમુખ કહે છે કે ઈરાનીઓને ગુલામ બનાવવાનું સ્વપ્ન કબરોમાં જશે, માતૃભૂમિની રક્ષા કરવાથી પાછળ નહીં હટે.
ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ એ કહ્યું કે આ હુમલામાં 40 મહત્વપૂર્ણ ઈરાની લશ્કરી કમાન્ડર માર્યા ગયા, જેમાં ઈરાનના ચીફ ઓફ સ્ટાફ, અબ્દુલરહીમ મૌસાવીનો પણ સમાવેશ થાય છે. આઈડીએફ અનુસાર, આ કાર્યવાહી ખામેનેઈ પર હુમલા પછી તરત જ કરવામાં આવી હતી.
ટ્રમ્પે કહ્યું હતું કે યુએસ દળો ઈરાનની નૌકાદળને નિષ્ક્રિય કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં નવ ઈરાની યુદ્ધ જહાજોને ડૂબાડી દીધા છે. તેતેમણે એવો પણ દાવો કર્યો હતો કે યુએસ હુમલાઓએ ઈરાની નૌકાદળના મુખ્યાલયને પણ નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું છે. ત્રણ યુએસ સૈનિકો માર્યા ગયા. ઈરાની દળોએ જવાબમાં સેંકડો મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા છે. યુએસ સેનાએ પુષ્ટિ આપી છે કે આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં ત્રણ યુએસ સૈનિકો માર્યા ગયા છે અને પાંચ ગંભીર રીતે ઘાયલ થયા છે. યુએસ આર્મી ચીફ ઓફ સ્ટાફના જણાવ્યા અનુસાર, ઈરાન સામે સંયુક્ત યુએસ-ઇઝરાયલી કાર્યવાહીમાં દેશના ઘણા મુખ્ય લશ્કરી અને રાજકીય નેતાઓનો નાશ થયો છે, જેમાં સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઇનો પણ સમાવેશ થાય છે.
યુએસએસ અબ્રાહમ લિંકન પર હુમલાનો દાવો નકારી કાઢવામાં આવ્યો છે. આ સંઘર્ષ હવે સમગ્ર મધ્ય પૂર્વ ક્ષેત્રમાં ફેલાઈ ગયો છે. ઈરાની મિસાઈલોએ યુએઈ, કતાર, સાઉદી અરેબિયા, કુવૈત, બહેરીન અને જોર્ડનને નિશાન બનાવ્યા છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સે રવિવારે દાવો કર્યો હતો કે યુએસ એરક્રાફ્ટ કેરિયર યુએસએસ અબ્રાહમ લિંકન પર ચાર બેલિસ્ટિક મિસાઈલો છોડવામાં આવી હતી, પરંતુ યુએસ સેન્ટ્રલ કમાન્ડે કહ્યું હતું કે મિસાઈલો કેરિયર સુધી પહોંચી પણ નથી અને કેરિયર હજુ પણ આ પ્રદેશમાં કાર્યરત છે.