BREAKING NEWS

દ્વારકાના ટી.વી. સ્ટેશન પાસે તીનપત્તીનો જુગાર રમતા પાંચ પકડાયા

  • July 28, 2026 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાના ટી.વી. સ્ટેશન પાસે તીનપત્તીનો જુગાર રમતા પાંચ પકડાયા

કુલ રૂ. ૪૬,૩૮૦ નો મુદ્દામાલ કબ્જે લેતી સ્થાનિક પોલીસ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ દ્વારા આપેલી સૂચના અનુસાર દ્વારકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. જાડેજાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. થારીયાભાઇ કેશુભાઇ સુમણીયા અને પો.કોન્સ. જેસાભાઇ મસરીભાઇ આંબલીયાને ખાનગી રાહે બાતમી મળી હતી કે દ્વારકા ટાઉનના ટી.વી. સ્ટેશન વિસ્તારમાં કેટલાક ઇસમો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે.

બાતમીના આધારે દ્વારકા પોલીસે રેડ પાડીને જુગાર રમતા પાંચ આરોપીઓને ગંજીપાના, રોકડ રૂપિયા ૧૧,૩૮૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૪૬,૩૮૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ અંગે પો.કોન્સ. જેશાભાઈ મશરીભાઈ આંબલીયાએ ફરિયાદ આપતા દ્વારકા પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
​​​​​​​
પકડાયેલા આરોપીઓમાં અર્જુનસિંહ ચંદુભા પરમાર (ઉ.વ.૧૯, રહે. નરસંગટેકરી), સમીયાભા જોધાભા સરીયા (ઉ.વ.૨૧, રહે. નરસંગટેકરી), ઇમરાન ઇસાક મોખા (ઉ.વ.૨૨, રહે. નરસંગટેકરી), અસગર હારૂન કાબાવલીયા (ઉ.વ.૨૦, રહે. ટી.વી.સ્ટેશન) અને કરમણ ધનાભાઇ વીકમા (ઉ.વ.૨૬, રહે. ટી.વી. સ્ટેશન) નો સમાવેશ થાય છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application