BREAKING NEWS

મહારાષ્ટ્રમાં પ્લેન ક્રેશ થતા જ અગનગોળો બન્યુંઃ ડેપ્યુટી સીએમ અજીત પવાર સહિત 5 લોકોના મોત, જુઓ દર્દનાક તસવીરો

  • January 28, 2026 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બારામતીમાં વિમાન દુર્ઘટનામાં નિધન થયું. આજે સવારે તેમના વતન બારામતીમાં આ અકસ્માત થયો હતો. તેમનું વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. અજિત પવાર ખાનગી વિમાનમાં મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા. તેઓ જિલ્લા પરિષદની ચૂંટણીઓને લઈને બારામતીમાં એક સભા કરવા ગયા હતા.


ડીજીસીએ એ મહારાષ્ટ્રના પુણેના બારામતીમાં અજિત પવારના વિમાન દુર્ઘટના અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. ડીજીસીએ એ અકસ્માતમાં પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે. અજિત પવાર સહિત પાંચ લોકો વિમાનમાં સવાર હતા. શરૂઆતમાં, અહેવાલો બહાર આવ્યા હતા કે અકસ્માતમાં અજિત પવાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે, થોડા સમય પછી તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી.


નાયબ નાગરિક ઉડ્ડયન નિર્દેશાલય (ડીજીસીએ) એ અહેવાલ આપ્યો છે કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર બે અન્ય લોકો એક પીએસઓ અને એક સહાયક અને બે ક્રૂ સભ્યો (પીઆઈસી+એફઓ) સાથે વિમાનમાં સવાર હતા. શરૂઆતની માહિતી મુજબ, અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિ બચી શક્યો નથી. અજિત પવારે આજે બારામતીમાં ચાર જાહેર સભાઓ કરી હતી. અજિત પવાર આજે સવારે મુંબઈથી બારામતી જવા રવાના થયા હતા. અહેવાલો અનુસાર, અજિત પવારના પત્ની સુનેત્રા પવાર બારામતી જવા રવાના થયા છે. તેમની બહેન અને પુત્ર પાર્થ પવાર પણ બારામતી જવા રવાના થયા છે.


જિલ્લા પરિષદની ચૂંટણીના પ્રચાર માટે ગયા હતા અજિત પવાર

જિલ્લા પરિષદની ચૂંટણીઓને લઈને બારામતીમાં એક સભા કરવા ગયા હતા. ખાનગી વિમાનમાં મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા ત્યારે જ અધવચ્ચે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો. જોકે એનસીપી નેતા માજિદ મેમણે જણાવ્યું કે અજિત પવાર આજે બારામતી આવવાના હતા. વિમાનમાં કુલ 5 લોકો સવાર હતા. સવારે 8:45 વાગ્યાની આજુબાજુમાં જ આ વિમાન રન વે પર લેન્ડ થતી વખતે ક્રેશ થઇ ગયું હતું.


ક્રેશ થયા બાદ વિમાન અગનગોળો બન્યું અને કાટમાળમાં ફેરવાઈ ગયું

બારામતીમાં કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા માટે અજિત પવાર ત્યાં જઇ રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. જોકે હજુ સુધી વિમાન ક્રેશ થવાનું કોઈ કારણ સામે આવ્યું નથી. ઘટનાસ્થળેથી સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે વિમાન આગમાં લપેટાઈ ગયું છે. આ વિમાનમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને એનસીપીના લીડર અજિત પવાર હાજર હતા. વિમાન ક્રેશ થયા બાદ અગનગોળો બન્યું અને કાટમાળમાં ફેરવાઈ ગયું હતું.


પીએમ મોદીએ અજિત પવારના નિધન પર શોક વ્યક્ત કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અજિત પવારના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે દેવેન્દ્ર ફડણવીસ સાથે ફોન પર વાત કરીને ઘટના વિશે પૂછપરછ કરી. ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ફડણવીસ સાથે વાત કરીને ઘટના વિશે પૂછપરછ કરી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application