BREAKING NEWS

જસદણના પારેવાળામાં 5 વર્ષના બાળકનું ગળે ટુંપો આપી હત્યા, પત્નીએ પતિ ઉપર જ પુત્રની હત્યાનો આક્ષેપ કરતા ખળભળાટ

  • January 21, 2026 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણના પારેવાડા ગામે પાંચ વર્ષના બાળકની ગળું દબાવી હત્યા કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર જાગી છે, બાળકને બેભાન હાલતમાં તેના પિતા જસદણ હોસ્પિટલ ખાતે લઈ જઈ પુત્રની પડોશી શખસે ગળું દબાવી હત્યા કરી હોવાનું જણાવતા હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરતા ભાડલા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને પિતાના આક્ષેપના પગલે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. પોલીસે બાળકની માતાની પુછપરછ કરતા પતિએ જ પુત્રને મારી નાખ્યાનો આક્ષેપ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.


પત્નીએ પતિ સામે જ પુત્રને મારી નાખ્યાનો આક્ષેપ કર્યો

બનાવની પ્રાપ્ત વિગત મુજબ જસદણના પારેવાડા ગામે રહેતો વિજય વાળા ગત સાંજે પાંચ વર્ષના પુત્ર ઉમેશને લઈ જસદણ સરકારી હોસ્પિટલે પહોંચ્યો હતો ફરજ પરના તબીબે બાળકને જોઈ તપાસી મૃત જાહેર કરતા બાળકના પિતા વિજય વાળાએ પુત્રને પોડોશી રણજિતએ મારી નાખ્યાનું જણાવતા હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.બનાવની જાણ થતા ભાડલા પોલીસ હોસ્પિટલે પહોંચી જઈ જરૂરી કાર્યવાહી કરી બાળકના પિતાની પુછપરછ કરતા તે નશાની હાલતમાં જોવા મળ્યો હતો અને પુત્રને પડોશી શખ્સે ગળું દબાવી મારી નાખ્યાનું જણાવતા પોલીસે પડોશી શખસની પુછપરછ હાથ ધરી હતી. બીજી બાજુ પોલીસે વિજયને પત્ની વિશે પૂછતા તે નાના પુત્રને લઇ આટકોટ સગાને ત્યાં હોવાનું કહેતા વિજયની પત્ની કાજલબેનને બોલાવી પુછપરછ કરતા પત્નીએ પતિ સામે જ પુત્રને મારી નાખ્યાનો આક્ષેપ કર્યો હતો. 


પતિ નશાની ટેવ ધરાવી ઘરમાં ઝગડા કરતો હતો

વધુમાં જણાવ્યું હતું કે, પતિ નશાની ટેવ ધરાવી ઘરમાં ઝગડા કરતો હતો અને બે દિવસ પહેલા જ મને કીધું હતું કે, તને મારી નાખીશ અને કા પુત્રને મારીને તને ફિટ કરી દઈશ, બે દિવસ પહેલા પતિ મોટા પુત્ર ઉમેશને લઈને બહાર ચાલ્યો જતા પાછળથી હું નાના પુત્રને લઈને આટકોટ રહેતા સગાને ત્યાં ચાલી ગઈ હતી. આક્ષેપ પ્રતિ આક્ષેપને લઈને પોલીસે બાળકના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યું છે, જેના રિપોર્ટ બાદ હત્યા ક્યારે કરવામાં આવી છે અને કઈ રીતે કરવામાં આવી છે એ સામે આવી શકે છે. પોલીસે બાળકના પિતાના આક્ષેપોને લઈને પણ પડોશી રંજીતને ઉઠાવી લઇ પુછપરછ હાથ ધરી છે. આ સાથે બાળકના પિતાને પણ શંકાના પરિઘમાં લઇ ઊંડાણપૂર્વકની તપાસ યથાવત રખાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application