BREAKING NEWS

ઇ–ચલણના મુદ્દે કોર્ટમાં જતાં પહેલાં ૫૦% દંડ ભરવો પડશે

  • July 18, 2026 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજયમાં ટ્રાફિકના નિયમોના ભગં બદલ ઈ–ચલણની વ્યવસ્થા વધુ પારદર્શક અને સુલભ બનાવવા માટે વાહન વ્યવહાર વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. હવે વાહન ચાલકો ઇ–ચલણ સામે પોતાનો વાંધો રજૂ કરી શકશે, અને આ ફરિયાદના નિવારણ માટે દરેક આરટીઓ કચેરીમાં 'ફરિયાદ નિવારણ સત્તાધિકારી' (રીડ્રેસલ ઓથોરિટી) ની નિમણૂક કરવામાં આવશે.
સરકારના નવા નિર્ણય મુજબ, જે તે પ્રાદેશિક અથવા સહાયક આરટીઓ કચેરીના વડાને ફરિયાદ નિવારણ સત્તાધિકારી તરીકે જવાબદારી સોંપવામાં આવશે. ઉપરાંત, વાહન વ્યવહાર કમિશનરની મંજૂરીથી સહાયક આરટીઓ અથવા મોટર વાહન નિરીક્ષક પણ આ કામગીરી કરી શકશે. વાહન ચાલકને ઇ–ચલણ મળ્યાના દોઢ મહિના (૪૫ દિવસ)ની અંદર દંડની રકમ ભરવાની રહેશે અથવા જો ચલણ ખોટું હોય, તો યોગ્ય પુરાવા સાથે તે સામે વાંધો રજૂ કરી શકાશે.
જો રીડ્રેસલ ઓથોરિટી સમક્ષ રજૂ કરાયેલ વાંધા પર નિયત સમયમાં નિર્ણય ન આવે, તો અધિકારી પુરાવા ચકાસીને યોગ્ય કારણો સાથે ચલણ રદ કરી શકશે. આ અંગેનો હત્પકમ ઓનલાઇન પોર્ટલ પર પણ જાહેર કરવામાં આવશે.
મહત્વની વાત એ છે કે, જો વાહન ચાલકની રજૂઆત સત્તાધિકારી દ્રારા નામંજૂર કરવામાં આવે અને વાહન ચાલક તે ચુકાદાને પડકારવા માટે કોર્ટમાં જવા માંગતા હોય, તો તેમણે કોર્ટમાં અરજી કરતાં પહેલાં ચલણમાં દર્શાવેલી કુલ દંડની રકમના ૫૦ ટકા રકમ સરકારી ઇ–ચલણ પોર્ટલ પર ઓનલાઇન જમા કરાવવી પડશે. આ નિર્ણયથી ખોટા ચલણનો ભોગ બનતા વાહન ચાલકોને પણ પહેલાં પૈસા તો ભરવા જ પડશે.
આ નવી વ્યવસ્થાથી ઇ–ડિટેકશન અને ઇલેકટ્રોનિક એન્ફોર્સમેન્ટની કામગીરી વધુ સઘન બનશે, જેનાથી ટ્રાફિક નિયમોનું પાલન કરાવતી પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બનવાની અપેક્ષા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application