જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે સમગ્ર ગુજરાતમાંથી 50 જેટલા આગાહીકારો ભેગા થયા હતા અને તેમાં આગામી વર્ષને લઈ આગાહીકારોએ પોતાની રીતે આગાહી રજુ કરી હતી. જેમાં મૂળી તાલુકાનાં ધર્મેન્દ્રગઢ ગામનાં સરપંચ વાસુદેવભાઈ શામજીભાઈ માતરિયાએ ભડલી વાક્યો, લોકવાયકા, વનસ્પતિનાં લક્ષણો, આકાશમાં કસની તારીખો, ઝાકળ સહિત બાબતોની નોંધ કરી આગાહી કરવામાં આવી હતી.
4થી 8 જુન સુધી વરસાદની આગાહી
જેમાં આગામી વર્ષમાં જુન 4 થી 8 વરસાદ હોવાનું અને બાદ વીસ દિવસથી વધુ સમય સુધી વરસાદ ન હોવાનું અને બાદમાં 1 જુલાઇથી ખૂબ જ સારો વરસાદ હોવાના અનુમાન સાથે આગાહી કરવામાં આવી હતી. સાથે જ વર્ષમાં બે વખત તોફાની વરસાદ સાથે વાવાઝોડુ ત્રાટકશે તેમ જણાવ્યું હતું. વર્ષા વિજ્ઞાન મંડળ અને કૃષિ યુનિવર્સિટી જુનાગઢ દ્રારા આયોજીત ૩૧માં વર્ષા વિજ્ઞાન પરીસંવાદમાં સમગ્ર ગુજરાતમાંથી ૫૦ જેટલા આગાહીકારોએ ભાગ લીધો હતો
સમગ્ર વર્ષમાં પાક માટે અનુકૂળ માહોલ રહેશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આજે 50 આગાહીકારે એક જ સ્થળે બેસી ચોમાસાની આગાહી કરી છે. મોટાભાગના આગાહીકારોના મતે વર્ષ 2025 'સોળઆની' અને પૂરતો વરસાદ આપનારું વર્ષ બનશે. ઓગસ્ટમાં થોડો ખેતરસ માટે દોરાવાળો સમય જરૂર આવશે, પરંતુ સમગ્ર વર્ષમાં પાક માટે અનુકૂળ માહોલ રહેશે. આગાહીકારોએ પશુપંખીઓનાં વર્તન, આકાશીય પરિવર્તન, ભડલી વાક્ય અને ખગોળીય સંકેતોના આધારે અનુમાન કર્યું છે. આ કાર્યક્રમ કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ સહિત યુનિવર્સિટીનાં પદાધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech