રાજકોટ શહેરમાં ગત સાંજે ૫૦ કિલોમીટરની ઝડપે તોફાની પવન સાથે પ્રારંભે કરા વરસ્યા બાદ ધોધમાર વરસાદ ખાબકતા એક કલાકમાં દોઢ ઇંચ પાણી વરસ્યું હતું. માવઠાથી વ્યાપક ખાનાખરાબી થઇ હતી જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ૫૦થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા અને કુવાડવા રોડ ઉપર એક હોર્ડિંગ બોર્ડ ધરાશાયી થયું હતું.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ જણાવ્યું હતું કે ગત સાંજથી રાત્રિ સુધીમાં વૃક્ષો ધરાશાયી થયાની કુલ ૫૦ જેટલી ફરિયાદો મળતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર દોડી ગઇ હતી અને જાહેરમાર્ગ ઉપરથી વૃક્ષ દૂર કરી ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો. અમીનમાર્ગ સહિતના વિસ્તારોમાં વીજ થાંભલા ઉપર વૃક્ષો ધરાશાયી થતા પીજીવીસીએલની ટીમની મદદ લઇને વૃક્ષ દૂર કર્યું હતું. કુવાડવા રોડ ઉપર ગોકુલ હોસ્પિટલની સામે આવેલું એક હોર્ડિંગ બોર્ડ જમીનદોસ્ત થયું હતું સદનસીબે ત્યારે ત્યાં આગળ કોઈ ન હોય જાનમાલની નુકસાની થઇ ન હતી.
વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા વગરના મહાનગર રાજકોટમાં ફ્ક્ત દોઢ ઇંચ વરસાદમાં બીઆરટીએસ રૂટ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. પોપટપરાના નાલામાં એટલું પાણી ભરાયું હતું કે રસ્તો બંધ થઇ ગયો હતો. રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં પણ માવઠાને કારણે વ્યાપક ખાના ખરાબી થઇ હતી અને ખુલ્લામાં પડેલી મગફળી વરસાદી પાણીમાં વહેતી થઇ હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application