BREAKING NEWS

અમરનાથ યાત્રિકોની સુરક્ષા માટે ૫૫,૦૦૦ સૈનિકો ખડેપગે રહેશે

  • June 06, 2026 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પવિત્ર અમરનાથ યાત્રા ૩ જુલાઈથી જમ્મુ અને કાશ્મીરમાં શ થઈ રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અમરનાથ યાત્રાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક સંપૂર્ણ સુરક્ષા યોજના તૈયાર કરી છે. યાત્રા ટ પર ૫૦,૦૦૦ થી વધુ સેના અને સીએપીએફ જવાનો તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ યુનિટને પણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. રાયમાં આશરે ૫૦ વિદેશી આતંકવાદીઓ અને ડઝનબધં અમરનાથ યાત્રિકોની ઓવર–ગ્રાઉન્ડ કામદારો પણ સક્રિય છે. ગુચર માહિતી અનુસાર, અમરનાથ યાત્રા દરમિયાન નાના મિસાઈલ હત્પમલાઓ, એટલે કે હેન્ડ ગ્રેનેડ હત્પમલા, ડ્રોન હત્પમલા, આત્મઘાતી હત્પમલા અને આઈઈડીનો ખતરો રહેશે. જોકે, સુરક્ષા એજન્સીઓએ આ ખતરાઓનો ઉકેલ શોધી કાઢો છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૮ જૂને અમરનાથ યાત્રાની સુરક્ષા અને અન્ય તૈયારીઓ અંગે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. જમ્મુ અને કાશ્મીરના લેટનન્ટ ગવર્નર મનોજ સિંહા, મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક, સેના, સીઆરપીએફ, બીએસએફ અને ગુચર એજન્સીઓના અધિકારીઓ હાજર રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News