સમગ્ર દેશ કુદરતના દ્રિપક્ષીય કહેરનો સામનો કરી રહ્યો છે. એક તરફ દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ગુજરાત અને યુપી આકરી ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે તો બીજી તરફ ચક્રવાતી તોફાન રેમલ પશ્ચિમ બંગાળમાં તબાહી મચાવી રહ્યું છે. દિલ્હી અને રાજસ્થાનમાં આકરી ગરમી પોતાનો પ્રકોપ બતાવી રહી છે, દેશના બે અલગ–અલગ ભાગો અત્યારે પ્રકૃતિના બે અલગ–અલગ માર ઝિલી રહ્યા છે. રાજસ્થાનના જેસલમેરમાં તાપમાન ૫૫ ડિગ્રી સુધી નોંધાયું છે
ઈન્દોર અને છત્તીસગઢના કોંડાગાંવમાં પણ ભારે પવન સાથે વરસાદ
બિહાર, ઓડિશા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો છે. મધ્યપ્રદેશના ઈન્દોર અને છત્તીસગઢના કોંડાગાંવમાં પણ ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો છે. બિહારના ૧૨ જિલ્લામાં ૨૭–૨૮ મેના રોજ વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ૨૮–૨૯ મેના રોજ મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું આકાશ અને ભારે પવન સાથે હળવા વરસાદની શકયતા છે. હવામાન વિભાગે ત્રિપુરા અને કેરળના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. રવિવારે પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. અહીં પવનની ગતિ એટલી બધી હતી કે ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા
ચાર દિવસમાં ૨૪ લોકોના અને ૩૦૦ ચામાચીડિયાના મોત
આકરી ગરમીના કારણે રાજસ્થાન માં ચાર દિવસમાં ૨૪ લોકોના મોત થયા છે. ગઈકાલે બે લોકોના મોત થયા છે. જેમાંથી એક જાલોરમાં અને બીજી નાગૌર જિલ્લામાં બની હતી. ગરમીના કારણે ઉદયપુરમાં ત્રણ દિવસમાં ૩૦૦ ચામાચીડિયાના મોત થયા છે. આકરી ગરમી વચ્ચે સ્થાનિક સંસ્થાઓએ રાયના તમામ શહેરોના રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરીને લોકોને રાહત આપવાનો પ્રયાસ કર્યેા હતો. ઘણા શહેરોમાં વહીવટીતત્રં અને સામાજિક સંસ્થાઓએ ટેન્ટ લગાવીને લોકોને રાહત આપવાનો પ્રયાસ કર્યેા હતો. તીવ્ર ગરમી વચ્ચે અજમેરમાં એક રેસ્ટોરન્ટમાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો.
દિલ્હીમાં આગામી ૪ દિવસ માટે રેડ એલર્ટ
દિલ્હીની વાત કરીએ તો અહીં સતત ૧૦મા દિવસે પણ આકરી ગરમીનો કહેર યથાવત છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ૪૭ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન પણ ૩૨ ડિગ્રીની આસપાસ રહ્યું છે. રાત્રીના સમયે પણ લોકો ઘરની બહાર નીકળતા જ ગરમ પવનનો અહેસાસ કરી રહ્યા છે. કાળઝાળ ગરમીના કારણે રાજસ્થાનમાં પણ કાળઝાળ ગરમી પડી રહી છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશ, પંજાબ, ગુજરાત અને હરિયાણામાં ગરમી કહેર મચાવી રહી છે. હાલ આ રાયો માટે હવામાનમાં રાહતની કોઈ શકયતા નથી. હવામાન વિભાગે દિલ્હીમાં આગામી ૪ દિવસ માટે રેડ એલર્ટ જાહેર કયુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech