રાજકોટ દિવાળીની રાત્રે ફટાકડા ફોડતા 57 લોકો દાઝ્યા, એક દર્દી હોસ્પિટલમાં દાખલ
રાજકોટ દિવાળીની રાત્રે ફટાકડા ફોડતા 57 લોકો દાઝ્યા, એક દર્દી હોસ્પિટલમાં દાખલ
October 21, 2025 12:24 PM
રાજકોટમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાને કારણે ૫૭ જેટલા લોકોને દાઝી જવાના બનાવો સામે આવ્યા હતા. આ તમામ કેસને સારવાર માટે સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યા હતા. જોકે, સદભાગ્યે મોટાભાગના દર્દીઓને સામાન્ય ઈજાઓ થઈ હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપી દેવામાં આવી હતી. માત્ર એક જ દર્દીને વધુ સારવારની જરૂર જણાતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલના તબીબી સ્ટાફે આખી રાત ખડેપગે રહીને દાઝી ગયેલા દર્દીઓની ત્વરિત સારવાર કરી હતી. દિવાળીની ઉજવણીમાં ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવા છતાં આટલા કેસ નોંધાતા લોકોએ ચિંતા વ્યક્ત કરી છે.